ભારતે કર્યું સફળ ઓપરેશન: પિનાક મિસાઇલ છોડાવશે પાકિસ્તાનનો પરસેવો
પિનાક રોકેટનો પ્રયોગ સેના દ્વારા યુદ્ધ દરમિયાન કરવામાં આવે છે, પિનાત એમએલઆર સંયુક્ત રીતે વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે
Trending Photos
બાલસોર : ભારતીય સેનાની શક્તિમાં સોમવારે વધારો થયો છે. ઓરિસ્સાનાં બાલસોરમાં સોમવારે આધુનિક ગાઇડેડ રોકેટ પિનાકનાં બે સફળ પરિક્ષણ થયા છે. આ સેના માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ વખતે પિનાકા રોકેટની મારક ક્ષમતા વધીને 90 કિલોમીટર થઇ ચુકી છે. પરિક્ષણ દરમિયાન ગાઇડેડ પિનાક રોકેટે પોતાનાં લક્ષ્યોને ભેદી નાખ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોકેટે 90 કિલોમીટર દુર રહેલા પોતાના નિશાનને એકવાર ફરીથી ધ્વસ્ત કરી દીધું હતું.
પિનાક દેશની પહેલી સ્વદેશ નિર્મિત મિસાઇલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પિનાક માર્ક-2 રોકેટની ક્ષમતા 60 કિલોમીટર હતી. જો કે હવે તેને વધારીને 90 કિલોમીટર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તેમાં કેટલાક ફેરફારો કરીને તેની મારક ક્ષમતામાં હજી પણ વધારો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે જ તેને ગાઇડેડ કરવા માટે ઇમ્પ્રુવ ગાઇડલાઇન સિસ્ટમ પણ લગાવાઇ છે. નવી સિસ્ટમનાં કારણે પિનાકની સટીકમાં પણ વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પિનાક રોકેટનો પ્રયોગ સેના દ્વારા યુદ્ધ દરમિયાન કરવામાં આવે છે. પિનાક એમએલઆર સંયુક્ત રીતે વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે. 90 કિલોમીટર રેંજ સુધી રોકેટ સટીક રીતે ફેંકનારા સક્ષમ હથિયાર 12 રોકેટ ફેંકી શકે છે. યુદ્ધની સ્થિતીમાં તે ત્વરીત પ્રતિક્રિયા અને ત્વરિત હુમલો કરવા માટે સક્ષમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે