સયાજીરાવ ગાયકવાડના સ્થાપત્યો સરકારને સોપવાની હિલચાલ અંગે રહીશોની નારજગી

વડોદરાના સ્વપ્નદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની આજે જન્મ જયંતી છે ત્યારે વડોદરાના સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ કહી શકાય તેવી ઇમારત ન્યાયમંદિરને અન્ય સરકારી વિભાગોને સોંપવાની હિલચાલને લઈને ચાર દરવાજા વિસ્તારના રહીશો દ્વારા કલેકટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું. રહીશોની માંગ છે કે, ન્યાય મંદિર સંકુલની અંદર મ્યુઝિયમ બનાવવામાં આવે જેનાથી વડોદરાના આવનારી પેઢીને શહેરના રાજવી અંગેનો ઇતિહાસ જાણી શકવાનો મોકો મળી શકે. 

સયાજીરાવ ગાયકવાડના સ્થાપત્યો સરકારને સોપવાની હિલચાલ અંગે રહીશોની નારજગી

તૃષાર પટેલ/વડોદરા: વડોદરાના સ્વપ્નદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની આજે જન્મ જયંતી છે ત્યારે વડોદરાના સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ કહી શકાય તેવી ઇમારત ન્યાયમંદિરને અન્ય સરકારી વિભાગોને સોંપવાની હિલચાલને લઈને ચાર દરવાજા વિસ્તારના રહીશો દ્વારા કલેકટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું. રહીશોની માંગ છે કે, ન્યાય મંદિર સંકુલની અંદર મ્યુઝિયમ બનાવવામાં આવે જેનાથી વડોદરાના આવનારી પેઢીને શહેરના રાજવી અંગેનો ઇતિહાસ જાણી શકવાનો મોકો મળી શકે. 

વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ સાચા અર્થમાં દીર્ઘદ્રષ્ટા હતા તેઓએ રાજ્યની પ્રજાને સુખાકારી મળી રહે તે માટે અનેક લોકપયોગી કાર્યો કર્યા હતા. આ ઉપરાંત તેઓએ મહારાણી ચીમનાબાઈની સ્મૃતિમાં શહેરની મધ્યમાં ન્યાયમંદિર બનાવ્યું હતું. આ ન્યાયમંદિર ખાતે વર્ષો સુધી વિવિધ કોર્ટ કાર્યરત હતી અને ત્યાર બાદ આ તમામ કોર્ટને દિવાળીપુરા ખાતે નવીન કોર્ટ સંકુલ બનાવ્યા બાદ સ્થળાંતરિત કરવામાં આવી. હાલ શહેરની સ્થાપત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ કહી શકાય તેવી ન્યાયમંદિરની ઇમારત ખાલીખમ હોવાથી ભેંકાર ભાસી રહી છે. 

આ ઇમારત સ્થાપત્યની દ્રષ્ટિએ વડોદરાની શોભા અને ગૌરવ વધારે તેવી છે ત્યારે આ ઇમારત ખાતે બરોડા સીટી મ્યુઝિયમ બનાવવા અંગે અગાઉ કેટલાક જાગૃત તેમજ શહેરના સિનિયર સિટીઝનોએ રજુઆત કરી હતી. અલબત્ત રાજવી પરિવારના હાલના રાજા સમરજીતસિંહ ગાયકવાડે પણ ન્યાયમંદિર ખાતે સીટી મ્યુઝિયમ બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે ન્યાયમંદિર ખાતે કાર્યરત વિવિધ કોર્ટ સ્થળાંતરિત થતાં હવે આ ઇમારતને અન્ય સરકારી કામગીરી માટે ફાળવવા અંગેની હિલચાલ થઈ રહી હોવાની વિગતો બહાર આવી છે.

આ પ્રકારની હિલચાલને લઈને વડોદરા શહેરના જાગૃત નાગરિકો, વેપારીઓ અને હેરિટેજ પ્રેમીઓએ ઐતહાસિક ન્યાયમંદિર ખાતે સીટી મ્યુઝિયમ બને તે માટે જરૂરી અને ત્વરિત કાર્યવાહી કરવા અંગેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કર્યું હતું. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ સર્વજનહિતાય સર્વજનસુખાયની રાજનીતિમાં માહેર હતા. તેઓએ પ્રજા માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી હતી.ખાસ કરીને મહિલાઓ દલિત આદિવાસી સમાજના લોકો માટે  શિક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરી તો વળી વિજ્ઞાન અને ટેકનોલોજીને ઉત્તેજન આપવાની બાબતે પણ રાજવી સયાજીરાવ અગ્રેસર રહ્યા હતા.

ઇથિયોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત

વર્ષ 1875ની અંદર વડોદરા ખાતે બાળ રાજા તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા. યુવાન રાજવી તરીકે ભારતીય અને પાશ્ચાત્ય વ્યવસ્થાનો સુમેળ કરીને લાગલગાટ 64 વર્ષ સુધીના સયાજીરાવે વડોદરામાં શાસન કર્યું હતું. રાજ ધર્મ કોને કહેવાય તેની ઉત્તમ ઉત્તમ મિસાલો સયાજીરાવ ગાયકવાડે ઉભી કરી હતી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ભારે લગાવ હોવાથી રાજવીએ વિશ્વના 19 દેશોનો પ્રવાસ પણ કર્યો હતો. વડોદરાની પ્રજા માટે દૂરગામી દ્રષ્ટિકોણ સાથે આધુનિકતા સાથે રાજવીએ ઘણા રચનાત્મક અને પ્રજાભિમુખ કાર્યો કર્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પ્રાચીન અને સ્થાપત્યની બેનમૂન કહી શકાય તેવી ઇમારતોનું નિર્માણ કર્યું હતું. આજે તે પેકીની ન્યાયમંદિરની ઇમારતમાં સીટી મ્યુઝિયમ બને તે માટે ચાર દરવાજા વિસ્તારમાં રહેલા જાગૃત નાગરિકોએ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news