ભારતે પરમાણુ ક્ષમતાથી લેસ Agni-P Missile નું સફળ પરીક્ષણ કર્યું, જાણો તેની વિશેષતાઓ

DRDO એ પરમાણુ ક્ષમતાથી લેસ આગામી પેઢીની મિસાઈલ અગ્નિ-પી (Agni-P Missile) નું સફળ પરીક્ષણ કર્યું છે.

ભારતે પરમાણુ ક્ષમતાથી લેસ Agni-P Missile નું સફળ પરીક્ષણ કર્યું, જાણો તેની વિશેષતાઓ

નવી દિલ્હી: DRDO એ પરમાણુ ક્ષમતાથી લેસ આગામી પેઢીની મિસાઈલ અગ્નિ-પી (Agni-P Missile) નું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO એ અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વિપમાં સવારે 10 વાગ્યેને 55 મિનિટ પર કર્યું. 

મિસાઈલ 2000 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ
અગ્નિ પી મિસાઈલ  (Agni-P Missile) એક બેલિસ્ટિક મિસાઈલ છે. જેની મારક ક્ષમતા 1000 કિમીથી 2000 કિમી સુધી છે. તે જમીનથી જમીન પર માર કરનારી મિસાઈલ છે. જે લગભગ 1000 કિગ્રાનો પેલોડ કે પરમાણુ શસ્ત્ર લઈ જઈ શકે છે. ડબલ સ્ટેડવાળી મિસાઈલ અગ્નિ-1ની સરખામણીમાં તે હળવી અને વધુ પાતળી હશે. 

મોબાઈલ લોન્ચરથી પણ કરી શકાશે ફાયર
અગ્નિ પ્રાઈમ મિસાઈલ બે સ્ટેજ અને સોલિડ ફ્યૂલ પર આધારિત છે અને તેને એડવાન્સ રિંગ લેઝર ગાયરોસ્કોપ પર આધારિત જડત્વીય નેવિગેશન સિસ્ટમ દ્વારા ડાઈરેક્ટ  કરવામાં આવશે. રક્ષા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ ડબલ સ્ટેજવાળી અગ્નિ પ્રાઈમ ફ્લેક્સિબિલિટીની સાથે રોડ અને મોબાઈલ લોન્ચર બંનેથી ફાયર થઈ શકે છે. 

વર્ષ 1989માં પહેલીવાર થયું હતું અગ્નિ મિસાઈલનું પરીક્ષણ
ભારતે પહેલીવાર વર્ષ 1989માં મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ 1નું પરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે અગ્નિ પી મિસાઈલ  (Agni-P Missile) અગ્નિ 1ની જગ્યા લેશે. અત્યાર સુધી અગ્નિ સિરીઝની પાંચ મિસાઈલોનું સફળતાપૂર્વક વિકાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news