ભારત પર પડશે રશિયા-યુક્રેન યુદ્ધની અસર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા, બેરોજગારી વધવાનો ભય

ભારતની સામે આ સમયે ઘણા પ્રકારની મુશ્કેલી આવવાની આશંકા છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી દેશની આંતરિક સ્થિતિઓ પર પણ અસર પડશે. તેલ મોંઘુ થશે. તો મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થઈ શકે છે. 

ભારત પર પડશે રશિયા-યુક્રેન યુદ્ધની અસર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા, બેરોજગારી વધવાનો ભય

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરથી ભારતમાં પણ મોંઘવારી વધી શકે છે. અને સાથે સાથે આ બંને દેશો સાથેના વેપારને પણ અસર થવાની છે. અહીં જાણો આ યુદ્ધને કારણે ભારત સામે મોંઘવારી સિવાય બીજી કઈ સમસ્યાઓ આવી શકે છે.

ચૂંટણી પૂરી થતાં જ તેલના ભાવ વધશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે, તેમ છતાં ચૂંટણી ચાલી રહી હોવાના કારણે ભારતમાં તેલના ભાવમાં વધારો થયો નથી. જો કે, ગયા વર્ષે 4 નવેમ્બરથી દેશમાં તેલની કિંમતોમાં વધારો થયો નથી. પરંતુ ચૂંટણી પુરી થતા જ ભાવ વધારો નિશ્ચિત મનાય છે.

અહીં, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે ભારત પર શું અસર થશે તે સમજો
ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો પણ જથ્થાબંધ ફુગાવામાં લગભગ 0.9 ટકાનો વધારો કરશે. જો ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ $100ની ઉપર રહેશે તો ભારતમાં જથ્થાબંધ ફુગાવો લગભગ 2-3 ટકા વધશે. કાચા તેલમાં પ્રતિ બેરલ 1 ડોલરના વધારાથી દેશ પર 10 હજાર કરોડનો બોજ વધશે.

સનફ્લાવર ઓયલની કિંમતો વધશે
ઉક્રેન વિશ્વનો સૌથી મોટો સનફ્લાવરનું ઉત્પાદન કરતો દેશ છે. તેથી આ યુદ્ધની અસર સૂરજમુખીના તેલના ભાવો પર પણ પડશે. 2020-21માં ભારતે યુક્રેનથી 14 લાખ ટન સનફ્લાવર ઓયલ આયાત કર્યું હતું. હવે યુદ્ધ શરૂ થયું છે તો સનફ્લાવર ઓયલની કિંમતમાં વધારો થઈ શકે છે. 

તેની અસર ગાઝિયાબાદના બિઝનેસ પર આવવા લાગી
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ગાઝિયાબાદના બિઝનેસ પર પણ પડી છે. અહીં લગભગ 80 થી 100 ફેક્ટરીઓ છે જે આ બંને દેશોમાંથી નિકાસ કે આયાતનું કામ કરે છે. આ બંને દેશોમાં ગાઝિયાબાદથી કૃષિ સામાન અને કપડાંની નિકાસ થાય છે. જ્યારે વેપારી પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણો રશિયા અને યુક્રેનથી આયાત કરે છે. પરંતુ યુદ્ધના કારણે કોઈ પણ વસ્તુની આયાત-નિકાસ થઈ રહી નથી. ગાઝિયાબાદ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને અત્યાર સુધીમાં લગભગ 100 કરોડનું નુકસાન થયું છે.

ભારત અને રશિયાની આયાત-નિકાસ જાણો
ભારત રશિયામાં કપડાં, ફાર્મા પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિકલ મશીનરી, લોખંડ, સ્ટીલ, રસાયણો, કોફી અને ચાની નિકાસ કરે છે. ગયા વર્ષે ભારતે રશિયાને રૂ. 19,649 કરોડની નિકાસ કરી હતી અને રૂ. 40,632 કરોડની આયાત કરી હતી.

યુક્રેનમાં ભારતની નિકાસ અને આયાત જાણો
ભારત યુક્રેનને કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, કઠોળ, રસાયણો, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઇલેક્ટ્રિક મશીનરીની નિકાસ પણ કરે છે. એ જ રીતે ભારતે ગયા વર્ષે યુક્રેનને રૂ. 3,338 કરોડની નિકાસ કરી હતી અને રૂ. 15,865 કરોડની આયાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news