ટ્રેન મોડી પડશે તો Railway મુસાફરીમાં ભોજન અને પાણી પુરૂ પાડશે

યાત્રી સુવિધા પર સતત કામ કરી રહેલું ભારતીય રેલ્વે હવે નવી સુવિધા આપવા માટેની તૈયારી કરી રહ્યું છે

ટ્રેન મોડી પડશે તો Railway મુસાફરીમાં ભોજન અને પાણી પુરૂ પાડશે

નવી દિલ્હી : યાત્રીકોની સુવિધા પર કામ કરી રહેલા ભારતીય રેલ્વે હવે નવી સુવિધા આપવા માટેની તૈયારી કરી રહ્યા છે. રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે સોમવારે કહ્યું કે, રેલ્વેની તરફથી સમયની ચોક્કસાઇ, સફાઇ અને કેટરિંગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ત્રણેય મુદ્દાઓ પર આપણે સાતેય જોનમાં રિવ્યું પુરો કરી ચુક્યા છીએ. ટુંક જ સમયમાં આ વસ્તુઓ પર જોર આપવામાં આવશે અને સુધાર પણ જોવા મળશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, સમયનો પ્રતિબંધ હોવાનાં કારણે કોઇ પણ પ્રકારની સુરક્ષા સાથે સમજુતી નહી કરવામાં આવે. 

— ANI (@ANI) June 18, 2018

યાત્રીઓને સફાઇ પ્રત્યે જાગૃત કરવામાં આવશે. 
તેમણે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે, સાફ - સફાઇને વધારવામાં રેલ્વેની મહત્વની ભાગીદારી છે યાત્રીઓને સફાઇ વધારવામાં રેલ્વેની મહત્વની ભાગીદારી હોય છે. યાત્રીઓએ સફાઇ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા પર કામ કરી રહ્યા છીએ જેમાં જો ટ્રેન ખાવનાં સમયે લેટ થાય તો યાત્રીઓનાં ભોજન અને પાણીની વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એફ્રીલમાં રેલ્વે રાજધાની અને દુરાંતો ટ્રેન લેટ થાય તેવામાં યાત્રીઓને પાણીની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

લેટ થવા અંગે રાજધાનીમાં બોટલમાં પાણીની બોટલ મળશે. 
રેલ્વે દ્વારા નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે કે જો રાજધાની અથવા દુરાંતો દ્વારા મુસાફર કરવા દરમિયાન ટ્રેન મોડી પડે તો તમારી યાત્રામાં 20 કલાક કરાત વધારે સમય લાગે છે તો તમારે પાણીની વધારાની બોટલ આપવામાં આવશે. હાલ રાજધાની, દુરાંતો અને શતાબ્દી ટ્રેનો દ્વારા મુસાફરી કરનારા મુસાફરોને સીટ પર બેઠા બેઠા જ રેલ્વે નીરની પાણીની બોટલ અને ડિસ્પોઝેટ કપ મળે છે. યાત્રા કરતા વધારે સમય લાગે તો પાણીની બોટલ હવે નિશુલ્ક આપવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news