Kisan Andolan: શું દેશમાં ફરી ખેડૂત આંદોલન થશે? રાકેશ ટિકૈત આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

SKM Meeting In Ghaziabad: ગાજિયાબાદમાં SKMની મીટિંગ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈટે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું છે કે, MSP અને લખીમપુરના મુદ્દા પર સરકાર સાથે વાતચીત કરશે. સાથે જે મુદ્દાઓ રહી ગયા હતા, તે મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે.

Kisan Andolan: શું દેશમાં ફરી ખેડૂત આંદોલન થશે? રાકેશ ટિકૈત આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

SKM Meeting In Ghaziabad: દેશમાં ફરી એકવાર કિસાન આંદોલનની ચર્ચાઓ વહેતી થઈ છે. દેશમાં ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ એક વર્ષથી વધારે સમય સુધી ચાલેલું આંદોલન, મોદી સરકારે કાયદો પાછો ખેંચતા સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી યુનાઈટેડ કિસાન મોરચા ખેડૂતોના મુદ્દાઓને લઈને આંદોલન કરવાની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને યુપીના ગાઝિયાબાદમાં આજે (3 જુલાઈ) સંયુક્ત કિસાન મોરચાની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકીટ પણ હાજરી આપશે. તેમણે બેઠક પહેલા કહ્યું છે કે તેઓ ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સાથે વાત કરશે. આ સાથે આંદોલનના ઠેકાણા અંગે પણ ચર્ચા થશે.

ખેડૂતોના મુદ્દાને લઈને કરશે સરકાર સાથે વાતચીત
ગાજિયાબાદમાં SKMની મીટિંગ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈટે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું છે કે, MSP અને લખીમપુરના મુદ્દા પર સરકાર સાથે વાતચીત કરશે. સાથે જે મુદ્દાઓ રહી ગયા હતા, તે મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે SKMની મીટિંગમાં સરકાર સાથે વાતચીત કરવા માટે કમિટી પણ બનાવવામાં આવી શકે છે.

કિસાન આંદોલનના આગામી ઠેકાણા અંગે પણ ચર્ચા
કિસાન નેતા રાકેશ ટિકૈટે જણાવ્યું છે કે નોટ ઓફ રેકોર્ડ અગ્નિપથ સ્કીમ વિશે પણ ચર્ચા થશે. તેના સિવાય તેમણે જણાવ્યું કે, કિસાન આંદોલનનું આગામી ઠેકાણું ક્યાંય પણ હોઈ શકે છે.

MSPની ગેરંટી પર સરકાર તરફથી કોઈ ખાસ પહેલ નહીં
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત કિસાન મોર્ચા એ  કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ એકવર્ષ આંદોલન ચલાવ્યું હતું. જ્યારે સરકારે આ વિવાદાસ્પદ કાયદાને નાબૂદ કરી દીધા અને અન્ય છ માંગો પર વિચાર કરવા માટે સહમત થઈ ગયા, ત્યારે 9 ડિસેમ્બરે આ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું. ત્રણ કાયદાને રદ્દ કર્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી પણ આ પ્રસ્તાવને માનવામાં આવ્યો હતો કે એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટી આપવા ઉપર પણ વિચાર કરવામાં આવશે. જોકે, સરકારે અત્યાર સુધી આ દિશામાં કોઈ ખાસ પહેલ કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news