J&K: બરફવર્ષાથી વધી મુસીબત, અનેક રાજમાર્ગ બંધ, હિમસ્ખલનની ચેતવણી
બરફવર્ષાથી કાશ્મીર ખુબ જ સુંદર બની ચુક્યું છે, જો કે આગામી સમયમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે
Trending Photos
શ્રીનગર : ગત્ત 24 કલાકથી કાશ્મીરનાં પહાડી વિસ્તાર અને પર્યટન સ્થળો પર ભારે બરફવર્ષા થઇ રહી છે. બીજી તરફ મેદાની વિસ્તારમાં સતત બરફ વર્ષા ચાલી રહી છે. બુધવારે હાલમાં જ થયેલ બરફ વર્ષાના કારણે રાજ્યનાં ગુલમર્ગ સહિત અન્ય પર્યટન સ્થળોમાં જઇને એવું લાગે છે કે જાણે પૃથ્વી પર સફેદ ચાદર ઓઢી લીધી હોય. અહીં આવેલા પર્યટક ખુબ જ ખુશ છે કે તેમને આ હવામાન મળ્યું છે.
ગુલમર્ગ સહિત કાશ્મીરનાં પહેલગામ અને સોનમર્ગ પર્યટન સ્થળો પર પણ આ પ્રકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પુણેથી ગુલમર્ગ ફરવા માટે આવેલા નીતિશ કુમારે જણાવ્યું કે, જો સાચે કુદરતની નજરથી જોઇએ તો ગુલમર્ગથી સારૂ સ્થળ નથી. ઠંડી તો છે, પરંતુ આ બરફનો નજારો એટલો મનમોહક છે કે આદમી બધુ જ ભુલી જાય છે.
બીજી તરફ કેરળથી આવેલા તનજીમ અહેમદે જણાવ્યું કે, લોકોને વિદેશમાં જઇને પૈસાનો બગાડ ન કરવો જોઇએ. પોતાનાં દેશમાં આટલું સારુ સ્થળ છે, ત્યાં બધુ જ મનમોહક છે. હવામાન પણ, દ્રશ્યો પણ અને લોકો પણ. પરંતુ આ હવામાન જ્યાં પર્યટકોને લોભાવી રહ્યા છે. બીજી તરફ સામાન્ય લોકોને તેના કારણે આકરી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી જમ્મુ કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા ઇશ્યું કરવાનાં સંકેત આપ્યા છે. કાશ્મીરનાં ઉપરી વિસ્તારમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારની ચેતવણી પણ ઇશ્યું કરવામાં આવી છે.
કાશ્મીરનાં 7 જિલ્લાઓમાં હિમસ્ખલનને ચેતવણી પણ ઇશ્યું કરાઇ છે. તંત્રને સતર્ક રહેવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે અને લોકોને પણ સતર્કતા વર્તવા માટેની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગનાં અધિકારીઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 1 ઓક્ટોબર અને 17 નવેમ્બરની વચ્ચે 83.5 મિલિમીટર વરસાદ થયો છે જે સામાન્ય 35.9 મિલીમીટર વધારે છે. ગુરૂવારે સાંજ સુધીમાં હવામાન આવું જ રહેવાની આશંકા છે. તાપમાન પણ સતત નીચે જઇ રહ્યું છે. લદ્દાખ વિસ્તારમાં તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે લેહમાં તાપમાન શૂન્યથી 1.4 ડિગ્રી નીચે નોંધાયું છે. શ્રીનગરમાં તાપમાન -5.2 નોંધાયું છે. પહેલગામ અને ગુલમર્ગમાં -3.0 તાપમાન નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે