અન્નાદ્રમુકે બનાવડાવી હતી જયલલિતાની પ્રતિમા, જો કે શશિકલા જેવી બનતા બીજી લગાવાઇ
થોડા મહિનાઓ પહેલા લગાવાયેલી એક પ્રતિમા મુદ્દે આલોચના થતા આખરે તે મુર્તિ હટાવીને બીજી મુર્તિ સ્થાપિત કરવામાં આવી
Trending Photos
ચેન્નાઇ: તમિલનાડુના સત્તારુઢ દળ અન્નાદ્રમુકે અહીં બુધવારે પોતાની પાર્ટી મુખ્યમથકમાં પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું. થોડા મહિનાઓ પહેલા લગાવાયેલ એક પ્રતિમા મુદ્દે આલોચના થઇ રહી હતી, કારણ કે તેનું પૂર્વ પાર્ટી સુપ્રીમો સાથે મળવાનું થઇ રહ્યું હતું. પાર્ટીનાં નિવેદન અનુસાર અન્નાદ્રમુક સંયોજક ઓ.પન્નીરસેલ્વમ અને સંયુક્ત સંયોજક પલાનીસ્વામીએ પાર્ટી સાંસદો અને રાજ્યના મંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જયલલિતાની નવી પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું.
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ બંન્ને નેતાઓએ મૂર્તિકાર રાજકુમાર ઉદયારનું અભિવાદન કર્યું અને તેમણે પ્રતિમાની ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું છે. જયલલિતાની આદમકદ પ્રતિમાનું 24 ફેબ્રુઆરીએ તેમની 70મી જયંતી પ્રસંગે પલાનીસ્વામી અને પનીરસેલ્વમ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
(પ્રથમ જુની મુર્તિ અને બીજી ત્યાર બાદ લગાવાયેલી નવી મુર્તિની તસ્વીર)
જો કે આ પ્રતિમા જયલલિતા સાતે ઘણાનું હોવાનાં કારણે તેમની આલોચના થઇ અને પાર્ટીએ નવી પ્રતિમા લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાની પ્રતિમા જયલલિતાનાં બદલે તેમની સહયોગી શશિકલા જેવી દેખાતી હતી. હવે તેવી આલોચનાએ જોર પકડ્યું ત્યારે અન્નાદ્રમુકે આ પ્રતિમાને બદલવાનો નિર્ણય લીધો હતો.
જયલલિતાની નવી પ્રતિમા કાંસામાંથી બનાવાઇ છે અને તેનું વજન 800 કિલોગ્રામ છે. આ પહેલી પ્રતિમા કરતા ઘણી મોટી છે. તેને પાર્ટીના ફાઉન્ડર અને તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનની મુર્તિ પાસે સ્થાપિત કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે