close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

હાઇવે

Private Bus Collides On Anjar Highway, Injuring 15 People PT3M22S

અંજાર હાઇવે પર ખાનગી બસલે પલ્ટી મારી, 15 લોકો ઈજાગ્રસ્ત

કચ્છના અંજાર-ભુજ હાઈવે ઉપર ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંજાર જીઇબી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Nov 12, 2019, 03:45 PM IST
High way Patan PT2M59S

ગામડુ જાગે છે : પાટણના ચાણસ્મામાં હાઇવેની બિસ્માર સ્થિતી...

ગામડુ જાગે છે : પાટણના ચાણસ્મામાં હાઇવેની બિસ્માર સ્થિતી જોવા મળી છે. હાઇવે પર પસાર થતી વખતે તમે હાઇવે પર નહી પરંતુ કોઇ ખેતરમાં જઇ રહ્યા હો તેવું લાગે છે. જાણે ગામનો કાચો રસ્તો હોય તેમ ખાડા ટેકરાથી સ્થાનિકો ત્રસ્ત થઇ ચુક્યા છે.

Oct 14, 2019, 09:50 PM IST

અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં આગ

બાવળા ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં અચાનક ભયાનક આગ લાગી ગઇ હતી. આ કંપની દ્વારા સુતરાઉ કાપડની ચાદરો બનવામાં આવે છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગની તીવ્રતા વધારે હોવાના કારણે અમદાવાદથી વધુ ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે. 

Oct 13, 2019, 10:55 PM IST

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

Oct 12, 2019, 06:56 PM IST
Traffic jam on Highway PT2M16S

હાઇવે પર મોટું વાહન ખાડામાં ફસાતા ચક્કાજામ

હાઇવે પર મોટું વાહન ખાડામાં ફસાતા ચક્કાજામની પરિસ્થિતિ ઉભી થઈ હતી. ભરૂચથી સુરત તરફ નેશનલ હાઇવે નંબર 8 પર આ સ્થિતિ સર્જાઈ હતી.

Sep 28, 2019, 11:45 AM IST
Accident of Surat Ahmedabad national highway PT2M4S

સુરત અમદાવાદ હાઇવે પર જબરદસ્ત અકસ્માત, ચારના મોત

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં NH-48 પર આવેલી ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાઠળ ઝીંગા ભરેલું કેન્ટેનર ઘૂસી જતા 4ના મોત નિપજ્યા છે. ત્યારે આઈ.આર.બીની ટીમ અને પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી

Sep 19, 2019, 10:05 AM IST

થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત

 કાંકરેજના થરા-રાધનપુર હાઇવે પાસે આવેલી દર્શન હોટલ નજીક એક પૂરપાટ ઝડપે આવેતી કારે 10 લોકોને અડફેટે લેતા એક બાળક સહિત બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પુરપાટ ઝડપે આવેલી કારે રોડની સાઇડમાં આવાત 10 લોકોને અડફેટે લીધા હતા. જેમાં આઠ લોકોને નાની મોટી ઇજાઓ થઇ છે.

Sep 14, 2019, 10:26 PM IST

રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 113 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ પડ્યો છે. તો બીજી તરફ ડેડીયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

Sep 10, 2019, 12:31 PM IST

શાળાના વિદ્યાર્થીઓની અક્સમાતથી બચવા માનવ સાંકળ બનાવી કરે છે હાઇવે ક્રોસ

જબુંસર રોડ પરના અકસ્માતના ભયના પગલે ડભાસા ગામની શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી હાઇવે ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. આમ તો પાદરા જબુંસર રોડ પર રોજ બરોજના અનેક અકસ્માત થાય છે. અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે શાળાના વિધાર્થીઓ પણ એક જ માગ કરી રહ્યા છે કે, પાદરા જબુંસર હાઇવે ફોર લેન તત્કાળ બને તવે માગ કરવામાં આવી છે.

Jul 14, 2019, 09:09 PM IST

વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

May 28, 2019, 05:51 PM IST

J&K: પુલવામા જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન, સુરક્ષા દળે આતંકી ષડયંત્રને કર્યું નિષ્ફળ

જમ્મૂ અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું એક મોટુ ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે. આ વખતે આતંકવાદીઓ આ ષડયંત્રને જમ્મૂ-રાજૌરી હાઇવે પર અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

May 27, 2019, 11:26 AM IST

અરવલ્લી: વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા 40 ઝાડ ઘરાશાયી, હાઇવે પર 10 કિમીનો ટ્રાફિક

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના કરાણે અનેક જગ્યાએ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જ્યારે સૌથી વધારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં તોફાની વંટોળે મુશ્કેલી પેદા કરી છે. અનેક ઘરના પતરા, નળીયા અને છત ઉડી ગઈ તો, રસ્તાઓ પર ઝાડ અને વીજ પોલ ધરાશાયી થતા, હાઈવે બંધ થઈ ગયો, જેને પગલે વાહનોની 10 કિમી લાંબી કતારો લાગી ગઈ છે.
 

May 18, 2019, 12:02 AM IST

અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. 
 

May 4, 2019, 07:10 PM IST

બગોદરા: ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, કોર્ટ ડ્યુટી પરથી પરત ફરતા કોન્સ્ટેબલનું મોત

કલ્યાણગઢ બગોદરા નજીક બાવળા રોડ પર ડમ્પર અને બાઇકનો અકસ્મતા સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર અકસ્માતમાં મોત થયેલા વ્યક્તિ બગોદરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. 

Mar 12, 2019, 07:55 PM IST

મોડાસા હાઇવે પર નવસારીના જૈન પરિવારનો અકસ્માત, એકનું મોત

મોડાસા પાસે હાઇવે પર નીલ ગાય સામે આવી જતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિને ઘાયલ થયો છે. આ સાથે કારની ટક્કરે નીલગાયનું પણ મોત થયું છે.

Feb 24, 2019, 10:26 AM IST

જામનગર: સ્પિડ બ્રેકર આવતા બોલેરો કારે ત્રણ પલટી મારી, ઘટના સ્થળે 2ના મોત

 ફલ્લા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્મતામાં ખંભાળિયાના વડત્રા ગામના 2 યુવાનોના મોત થયા હતા. જ્યારે એક યુવાનને ઇજા પહોંચતા તેને સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થયેલી બોલેરો કારનો ભાગીને ભુક્કો થઇ ગયો હતો. 

Feb 17, 2019, 08:26 PM IST

J&K: બરફવર્ષાથી વધી મુસીબત, અનેક રાજમાર્ગ બંધ, હિમસ્ખલનની ચેતવણી

બરફવર્ષાથી કાશ્મીર ખુબ જ સુંદર બની ચુક્યું છે, જો કે આગામી સમયમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે

Nov 14, 2018, 09:57 PM IST