Team India Head Coach: ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ અહેવાલો સામે આવ્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓએ કોચિંગ દરમિયાન અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. જો કે, તેના બેટિંગ ફોર્મ અંગે પ્રશ્નો ઉભા થયા છે. ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ તેની કારકિર્દીનો નિર્ણાયક તબક્કો સાબિત થઈ શકે છે. દરમિયાન વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે, જેનાથી સ્પર્ધા વધુ તીવ્ર બનશે.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો ? તમે વિચારી રહ્યા હશો કે ગૌતમ ગંભીરે તેને કેપ્ટન બનાવવામાં મદદ કરી હતી, પરંતુ હકીકતમાં સૂર્યાના નામનો ઉલ્લેખ ગંભીરે નહીં પણ આ ચાર લોકોએ કર્યો હતો. ત્યારે આ 4 લોકો કોણ છે અને હાર્દિકના બદલે સૂર્યાને કેમ કેપ્ટન બનાવાયો, તેના વિશે આ લેખમાં જાણીશું.
Gautam Gambhir : વિરાટ અને રોહિત સાથેના અણબનાવના અહેવાલો વચ્ચે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે તેઓ પણ માણસ છે અને ભૂલો કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફક્ત સાચા ઇરાદા સાથે લેવામાં આવેલા નિર્ણયો જ ખરેખર મહત્વ ધરાવે છે અને તેઓ હંમેશા ડ્રેસિંગ રૂમ પ્રત્યે પ્રામાણિક રહ્યા છે.
IPL 2026: આઈપીએલ 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સીઝન 19 ની શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે અને BCCI દ્વારા તેના પ્રથમ ફેઝનું શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમ એક અલગ જ તૈયારીમાં વ્યસ્ત છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ કોચની ગુજરાતની ટીમમાં એન્ટ્રી થઈ છે.
ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ ખાસ કરીને સંજુ સેમસન માટે ખુબ સારી રહી. ટીમને ફરીથી વર્લ્ડ કપ જીતાડવામાં તેનો સિંહફાળો રહ્યો જેને પગલે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. સંજુના પિતા આ વાતથી ખુબ ખુશ પણ છે પરંતુ આમ છતાં તેમણે ભૂતકાળની કડવી યાદો યાદ કરીને બળાપો કાઢ્યો. જાણો તેમણે શું કહ્યું.
T20 World Cup 2026 : ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે ટ્રોફી સાથે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. ICC ચેરમેન જય શાહ પણ ત્યાં હાજર હતા. મેચ પહેલા પણ સૂર્યા, હાર્દિક અને કોચ ગંભીર મંદિરે આશીર્વાદ લેવા મંદિરે પહોંચ્યા હતા.
India vs England Semi Final 2026 Highlight: કેરેબિયન મેદાન પર ક્રિકેટનો એવો રોમાંચ જોવા મળ્યો જેણે કરોડો ચાહકોના ધબકારા વધારી દીધા હતા. T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને એક અત્યંત હાઈ-સ્કોરિંગ થ્રિલરમાં 7 રને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં ક્વોલિફાય થવાનું ટેન્શન આખરે સમાપ્ત થઈ ગયું છે. સંજુ સેમસનના 'વન મેન શો'ના દમ પર ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. હવે ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ માટે પણ એલર્ટ જાહેર કરી દીધું છે.
Sanju Samson, T20 World Cup 2026: ટી20 વિશ્વકપ 2026મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો સંજુ સેમસન રહ્યો હતો. સંજુ સેમસને આ મેચમાં કંઈક એવું કર્યું, જેના વિશે ગૌતમ ગંભીરે છ વર્ષ પહેલા જ જણાવી દીધું હતું.
Team India : દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ચેન્નાઈ પહોંચેલી ભારતીય ટીમની બસમાં કોચ ગૌતમ ગંભીર અને અભિષેક શર્મા વચ્ચે થયેલી ગંભીર વાતચીતનો એક વીડિયો વાયરલ થયો છે. ચાહકો ગંભીરની સમજાવવાની રીત પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે અભિષેકનું સતત ખરાબ ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે.
India vs New Zealand 4th T20 : ન્યુઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી. આ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતની હાર પાછળનો અસલી ગુનેગાર કોણ છે.
Abhishek Sharma Duck in IND vs NZ 4th T20I: અભિષેક અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બંને બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ.
IND vs NZ : ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી T20માં જે રીતે પ્રદર્શન કરી રહી છે, તેનાથી વિરોધી ટીમોમાં ડર પેદા થયો છે. ભારતીય બેટ્સમેનોની આક્રમકતા સામે બોલિંગ કરવામાં વિદેશીઓ થર થર ધ્રુજવા લાગે છે. ટીમમાં આ ફેરફાર કોચ ગંભીરના એક નિર્ણય પછી જોવા મળી રહ્યો છે.
ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ગંભીર પર સવાલ ઉઠી રહ્યાં છે પરંતુ એક મામલામાં આ દિગ્ગજે બાજી મારી લીધી છે.
India vs New Zealand : ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હર્ષિત રાણાએ 99 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. જ્યાં સુધી આ બંને રમી રહ્યા હતા, ત્યાં સુધી લાખો ભારતીય ચાહકોની આશા જીવંત હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં કોચ ગંભીરનો એક મેસેજ અને મેચની દિશા બદલાઈ ગઈ.
Virat Kohli vs Gautam Gambhir : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી મેચ આજે ઇન્દોરમાં રમાઈ રહી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મેચ પહેલાનો લાગે છે. બધા ખેલાડીઓ વોર્મ અપ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી ફરી એકવાર ગૌતમ ગંભીરને ઈગ્નોર કરતો જોવા મળી રહ્યો છે.
Manoj Tiwary on Rohit Sharma : ભારતના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કોચ ગૌતમ ગંભીર પર મોટો આરોપ લગાવ્યો છે. તેનું માનવું છે કે જો શુભમન ગિલને કેપ્ટન બનાવવો જ હતો તો તે તબક્કવાર થવું જોઈતું હતું, રોહિત શર્માનો કેપ્ટન તરીકે રેકોર્ડ સારો હોવા છતાં અચાનક કેપ્ટન પદ ગિલનું સોંપવું એ આશ્ચર્યજનક હતું.
Gautam Gambhir Ayush Badoni : ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ફરી એકવાર ટીકાકારોના ઘેરામાં આવી ગયા છે. તેમની પસંદગી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરે વ્યક્તિગત પસંદગીના આધારે આયુષ બદોનીને ટીમમાં સામેલ કર્યો હતો.
Player Injured: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન વધી ગયું છે. 11 જાન્યુઆરી, રવિવારના રોજ વોશિંગ્ટન સુંદરને અચાનક ઈજા થઈ હતી, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ગયા અઠવાડિયામાં, ભારતીય ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ ઘાયલ થયા છે અને શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
Rishabh Pant Injury : રિષભ પંત ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પંત ઈજાગ્રસ્ત થયા પછી દર્દથી પીડાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શુભમન ગિલે અને અજીત અગરકર વાતો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ફેન્સ ગુસ્સામાં છે.
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત 11 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારી રૂપે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં સખત પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન ટીમના એક સ્ટાર ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ ફિઝિયો તેમને મેદાનની બહાર લઈ ગયા હતા. આ મેચ વિનર ખેલાડીની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.