હંગામાં હૈ ક્યું બરપા??? જયા કિશોરીના પર્સમાં એવું તો શું છે કે તેના કારણે ચગ્યો વિવાદ?

જેમના સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ છે... જેમના આધ્યાત્મિકતા અને સાધનાનો પટારો ખૂલતાં જ મિલિયન્સમાં વ્યૂઝ આવી જાય છે... પરંતુ તેમની લાઈફ સ્ટાઈલે હાલના દિવસોમાં તેમની મુશ્કેલી વધારી દીધી છે... હાલમાં તે ટ્રોલર્સના નિશાના પર છે... તેનું કારણ છે એરપોર્ટ પર બનાવેલો આ વીડિયો...

Trending Photos

હંગામાં હૈ ક્યું બરપા??? જયા કિશોરીના પર્સમાં એવું તો શું છે કે તેના કારણે ચગ્યો વિવાદ?

Jaya Kishori Expensive Purse: વાત કથાવાચક જયા કિશોરીની... જેમની બેગને લઈને નવો વિવાદ ઉભો થઈ ગયો છે... બેગના કારણે માત્ર જયા કિશોરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ જ કરવામાં આવતા નથી... પરંતુ સાધુ-સંતોએ તો તેમની સામે મોરચો ખોલી નાંખ્યો છે... વિવાદ એટલો વધી ગયો કે જયા કિશોરીએ મીડિયા સામે આવીને આખા મામલા પર પોતાનો પક્ષ રાખ્યો... 

જયા કિશોરી...
એક એવું નામ જે દેશના યુવાનોથી લઈને સિનિયર સિટીઝન લોકોમાં સૌથી લોકપ્રિય છે...
જયા કિશોરી...
આભા, ભાષા અને વ્યક્તિત્વ એવું કે જેણે તેમને દેશના મોટીવેશનલ સ્પીકર એટલે આધ્યાત્મિક વક્તા બનાવી દીધા...

મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી...
જેમના સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ છે... જેમના આધ્યાત્મિકતા અને સાધનાનો પટારો ખૂલતાં જ મિલિયન્સમાં વ્યૂઝ આવી જાય છે... પરંતુ તેમની લાઈફ સ્ટાઈલે હાલના દિવસોમાં તેમની મુશ્કેલી વધારી દીધી છે... હાલમાં તે ટ્રોલર્સના નિશાના પર છે... તેનું કારણ છે એરપોર્ટ પર બનાવેલો આ વીડિયો... આ બેગ તમે જોઈ રહ્યા છો તે જયા કિશોરી માટે મુસીબતનું કારણ બની ગઈ છે... આ બેગે જયાનું જીવવું હરામ કરી નાંખ્યું છે... તેની પાછળ આ બેગની બ્રાન્ડ અને તેની કિંમત છે...

સોશિયલ મીડિયામાં જયા કિશોરી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... બીજાને સાદગીનું જ્ઞાન આપે છે અને પોતે 2 લાખ રૂપિયા કરતાં વધારે મોંઘી કિંમતની બેગ લઈને ફરે છે... 2 લાખની કિંમત સાંભળીને અમારું મગજ પણ દોડવા લાગ્યું... અમે પણ ક્રિસ્ટીયન ડિયોર નામની બેગની કિંમત જાણવાનો પ્રયાસ કર્યો... તો સામે આવ્યું કે આ બેગની વાસ્તવિક કિંમત 2 લાખ રૂપિયા કરતાં વધુની છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news