ઝારખંડમાં રોપવે અકસ્માત, 2000 ફૂટની ઊંચાઈએ અનેક લોકો ટ્રોલીમાં ફસાયા છે, એરફોર્સ કરી રહી છે રેસ્ક્યૂ ઓપરેશન

ઝારખંડના દેવઘરમાં રોપવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા.ઈન્ડિયન એરફોર્સ હવામાં અદ્ધર લટકેલા લોકોને બચાવવાની કોશિશમાં લાગી છે. રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 23 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઝારખંડમાં રોપવે અકસ્માત, 2000 ફૂટની ઊંચાઈએ અનેક લોકો ટ્રોલીમાં ફસાયા છે, એરફોર્સ કરી રહી છે રેસ્ક્યૂ ઓપરેશન

દેવઘર: ઝારખંડના દેવઘરમાં રોપવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા.ઈન્ડિયન એરફોર્સ હવામાં અદ્ધર લટકેલા લોકોને બચાવવાની કોશિશમાં લાગી છે. રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 23 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ લગભગ 30 લોકો હવામાં અદ્ધર લટકેલી ટ્રોલીઓમાં ફસાયેલા હોવાની આશંકા છે. આશરે 2000 ફૂટની ઊંચાઈ પર હવામાં અદ્ધર ટ્રોલીમાં આ લોકો ફસાયેલા છે. 

અનેક લોકો ફસાયેલા
ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 મહિલાઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રેસ્ક્યૂ વર્ક દ્વારા ફક્ત 23 લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે. હજુ પણ 30 જેટલા લોકો હવામાં ટ્રોલીમાં ફસાયેલા છે. ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવા માટે ભારતીય સેનાના જવાન હેલિકોપ્ટર દ્વારા મદદમાં લાગેલા છે. 

— ANI (@ANI) April 11, 2022

એરફોર્સના જણાવ્યાં મુજબ ઝારખંડના દેવઘર જિલ્લામાં બે એમઆઈ-17 હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં સામેલ છે. જ્યાં અનેક લોકો દુર્ઘટનાના કારણે રોપવે ટ્રોલીમાં ફસાઈ ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે હેલિકોપ્ટરથી દોરડાના સહારે જવાનો રોપવે ટ્રોલી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રોપવેના તારના કારણે હેલિકોપ્ટરને સમસ્યા આવી રહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ કાર્યમાં લાગી છે. 

હજુ પણ 30 લોકો અલગ અલગ ટ્રોલીઓમાં લગભગ 2000 ફૂટની ઊંચાઈએ ફસાયેલા છે. રવિવારે સાંજે આ દુર્ઘટના ઘટી હતી. ત્યારથી લોકો ત્યાં ફસાયેલા છે. આ લોકો સુધી એક ખાલી ટ્રોલી દ્વારા બિસ્કિટ અને પાણીના પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે રવિવારે સાંજે લગભગ 6 વાગે દેવઘરના ત્રિકુટ પર્વત પર રોપવેનો એક તાર તૂટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં જીવ ગુમાવનારી એક મહિલાની ઓળખ સુરા ગામની રહીશ 40 વર્ષની સુમતિ દેવી તરીકે થઈ છે. 

રવિવારે રામનવમીના અવસરે અહીં સેંકડો લોકો ફરવા માટે આવ્યા હતા અને રોપવે ટ્રોલીમાં બેઠા હતા. અચાનક રોપવે ટ્રોલીઓ એક બીજા સાથે ટકરાઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ અકસ્માત થયો તે વખતે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી ટ્રોલી નીચે આવી રહી હતી. તે દરમિયાન બંને ટ્રોલીઓ એક બીજાના સંપર્કમાં આવી જેના કારણે તેમાં ટક્કર થઈ. હાલ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ બે ટ્રોલીઓ ટકરાયા બાદ અન્ય ટ્રોલીઓ પણ પોત પોતાની જગ્યાએથી હટી ગઈ જેના કારણે તે પણ પથ્થર સાથે ટકરાઈ. અકસ્માત બાદ દેવઘરના જિલ્લા કલેક્ટર મંજૂનાથ ભૈજંત્રીએ કહ્યું કે રોપવે સર્વિસ બંધ કરી દેવાઈ છે અને ઘાયલોને સારવાર માટે દેવઘરની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે ત્રણ શિખરોનો પર્વત હોવાને  કારણે તેનું આ પર્વતનું નામ ત્રિકુટ પર્વત છે. દેવઘરથી લગભગ 13 કિમી દૂર દુમકા રોડ પર આવેલો છે જ્યાં પર્યટન માટે રોપવે સેવા છે. ત્રિકુટ રોપવે ભારતની સૌથી ઊંચી રોપવે સર્વિસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news