છીંડે ચડ્યો તે ચોર: અન્ય કંપનીઓ વસુલી રહી છે ચાર્જ અને બદનામ થાય છે JIO
Reliance JIO જે પણ નાણા ગ્રાહકો પાસેથી વસુલે છે તે AIRTEL, IDEA અથવા Vodafone ને ચુકવે છે કારણ કે ચાર્જ આ કંપનીઓ જ ઉઘરાવી રહી છે
Trending Photos
નવી દિલ્હી : રિલાયંસ જિયોએ હાલમાં જ ગ્રાહકો પર આઉટગોઇંગ કોલ કરવા માટે IUC ચાર્જ વસુલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ નોન જિયો નેટવર્ક પર કરવામાં આવનારા કોલ માટે 6 પૈસા/મિનિટ પર ચાર્જ વસુલવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ જિયોને વોડાફોન અને એરટેલ જેવી કંપનીઓએ ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે રિલાયન્સ જિયોએ પણ સોશિયલ મીડિયા દ્વારા એક અલગ અંદાજમાં પોતાની વિરોધી કંપનીઓ પર વ્યંગ કરવાનો પ્રયાસ કર્યો છે.
It’s your call.#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/6KPuqJTI0A
— Reliance Jio (@reliancejio) October 12, 2019
એક પછી એક કરવામાં આવેલા ટ્વીટમાં રિલાયન્સ રિલાન્ય જિયોએ વોડાફોન-આઇડિયા અને એરટેલને અપ્રત્યક્ષ રીતે નિશાન પર લીધું હતું. પોતાનાં ટ્વીટમાં જિયોએ 6પૈસા/મિનિટ ચાર્જ માટે પણ આ કંપનીઓને જવાબદાર ઠેરવ્યા છે. જિયોએ કહ્યું કે, 6પૈસા/મિનિટ અમે નથી માંગી રહ્યા પરંતુ તેઓ માંગી રહ્યા છે.
Zero IUC; this idea can change your life.#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/1ZBSGizuko
— Reliance Jio (@reliancejio) October 12, 2019
એટલું જ નહી જિયોએ આ ત્રણેય કંપનીઓ માટે અલગ અલગ ઇમેજ પણ ટ્વીટ કરી છે. દરેક ટ્વીટમાં તે કંપની સંબંધિત રંગ અને તેના જેવી ટેગલાઇનનો પણ ઉપયોગ કર્યો છે. આઇડિયા પર વ્યંક કરતા જીયોએ લખ્યું કે 6 પૈસા પ્રતિમિનિટ એવું આઇડિયા શા માટે સરજી ? આ તસ્વીરનાં કેપ્શનમાં જિયોએ એવું પણ લખ્યું કે, જીયો IUC આ આઆઇડિયા તમારૂ જીવન બદલી શકે છે.બીજી તરફ એલેટ માટે જીયોએ લાલ રંગની તસ્વીર પોસ્ટ કરતા તેના પર લખ્યું કે 6 પૈસા પ્રતિમિનિટ AIR TOLL. કંઇક આ અંદાજમાં કંપનીએ વોડાફોનને પણ નિશાન પર લીધું હતું.
Who's taking the toll?#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/euXjBQo43B
— Reliance Jio (@reliancejio) October 12, 2019
જાણો શું છે IUC ચાર્જ
IUC ને ઇન્ટરકનેટ્ક યૂઝર્સ ચાર્જ કહેવામાં આવે છે. ટ્રાઇ તરફથી બીજા નેટવર્ક્સ પર કરવામાં આવનારા કોલ્સ બદલે કંપનીઓ માટે 6 પૈસા પ્રતિમિનિટ આઇયૂસી ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કોલ કરનારા ઓપરેટરને કોટ રિસીવ કરનારા ઓપરેટરને આપવું પડે છે. ઉદાહરણ તરીકે જો કોઇ જિયો યુઝર વોડાફોન નંબર પર કોલ કરે છે તો જિયોને 6 પૈસા પ્રતિમિનિટના દરે વોડાફોનને ચુકવણું કરવું પડે છે. માટે જ જિયો ગ્રાહકો પાસેથી આ નાણા વસુલી રહ્યું છે. એક પ્રકારે જોવા જઇએ તો પૈસા જિયો નહી પરંતુ અન્ય કંપનીઓ વસુલી રહી છે, પરંતુ બદનામી જિયોની થઇ રહી છે.
Happy to charge?#IUC #JioDigitalLife #LifeIsBeautiful #JioOnIUC pic.twitter.com/zOYMTCDYx1
— Reliance Jio (@reliancejio) October 12, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે