airtel

શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર

જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.

Mar 19, 2020, 09:18 AM IST

ઝટકો આપવાની તૈયારી! જલદી જ 5 થી 10 ગણા વધી શકે છે મોબાઇલ ઇન્ટરનેટના ભાવ

NITI આયોગના સીઇઓ અમિતાભ કાંતે મોબાઇલ ડેટા (Mobile Internet) અને કોલ માટે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાને સમર્થન કર્યું છે. કાંતે કહ્યું કે લોનમાં ડૂબેલી ટેલીકોમ સેક્ટર માટે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. હાલમાં ટેલીકોમ કંપનીઓ કોલ અને ડેટાના ભાવ નક્કી કરવા માટે આઝાદ છે.

Mar 12, 2020, 07:44 AM IST

વોડાફોન-આઇડિયાએ બાકી સ્પેક્ટ્રમ ફીના 3043 કરોડ, એરટેલે 1950 કરોડ રૂપિયા ચુકવ્યા

સરકારે ટેલીકોમ સેક્ટરને રાહત આપવા માટે પાછલા વર્ષે જાહેરાત કરી હતી કે સ્પેક્ટ્રમ ફીની ચુકવણીમાં બે વર્ષ સ્થગન કાળ (મોરેટોરિઅમ) આપવામાં આવશે. 
 

Mar 3, 2020, 04:42 PM IST

Reliance Jio vs Airtel vs Vodafone: અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ પ્લાન, ડેટાનો પણ ફાયદો

જો તમે તે યૂઝરોમાંથી છો જેને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે, તો અહીં અમે તમને રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. 
 

Feb 20, 2020, 06:44 PM IST

Airtel બાદ Vodafone દ્વારા પણ બાકી રકમ મુદ્દે હવાલો, સુપ્રીમે ઝાટકણી કાઢી

ખાનગી ટેલિકોમ કંપની વોડાફોન (Vodafone) અને આઇડિયાએ  (Idea) શનિવારે કહ્યું કે, તે આગામી થોડા દિવસોમાં સરકારને બાકીની રકમ એડજસ્ટ ગ્રોસ રેવન્યુ (AGR) ની ચુકવણી કરશે. કંપનીએ શનિવારે નિવેદ આપીને આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ Bharti Airtel એ શુક્રવારે દૂરસંચાર વિભાગને પત્ર લખીને કહ્યું હતું કે, કંપની 20 ફેબ્રુઆરી સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાની બાકી રકમ એજીઆરની ચુકવણી કરશે. તેણે કહ્યું હતું કે, તેઓ બાકીની રકમનું પેમેન્ટ 17 માર્ચ સુધીમાં કરશે. તેણે 22 સર્કલમાં બાકી રકમની ગણત્રીની પ્રક્રિયા પુર્ણ કરવા માટે સમય માંગ્યો છે.

Feb 15, 2020, 09:16 PM IST

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ બાકી રકમની ચૂકવણી શુક્રવાર સુધીમાં કરી દે.

Feb 14, 2020, 07:13 PM IST

Airtel યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, કંપનીએ બંધ કર્યો સૌને મનગમતો પ્લાન

ભારતી એરટેલ તરફથી જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન એરટેલ યુઝર્સ (Airtel users) ને ભારે નિરાશ કરી દે તેવા છે. રિલાયન્સ જિયોની જેમ એરટેલે પોતાના યુઝર્સને એરટેલ એપ (Airtel App) નું સબ્સક્રીપ્શન મફત આપ્યું હતું. એરટેલ કંપની (Airtel) દ્વારા ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સનું 3 મહિનાનું સબ્સ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ કંપનીએ આ ઓફરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આવુ ખાસ પ્લાનિંગની સાથે કર્યું છે. જે પ્લાનની સાથે આ ફેસેલિટીને બંધ કરવામાં આવી છે, તેમાં એરટેલ Xstream ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન (Broadband plan) સામેલ છે.

Feb 3, 2020, 06:49 PM IST

મોબાઇલ યૂઝર્સ માટે જરૂરી સમાચાર, TRAI નક્કી કરી શકે છે મિનિમમ ટેરિફ

ટેલિકમ્યુનિકેશન્સ રેગ્યુલેટર TRAI ટૂંક સમયમાં મિનિમમ ટેરિફ નક્કી કરે શકે છે. TRAI એ આ પ્રકારના સંકેત આપ્યા છે. તેનાથી ટેલિકોમ સેક્ટરમાં સમાનતા નક્કી થઇ જશે. એટલે કે કોઇ કંપની પોતાની મરજીથી ટેરિફ રેટ નક્કી કરી શકશે નહી. જાણકારોના અનુસાર શક્ય છે કે ફ્રી વોઇસ કોલ અને ડેટાની સુવિધા પણ બંધ થઇ જશે. તમને જણાવી દઇએ કે TRAI આ પહેલાં જ ના પાડી ચૂક્યું છે. 

Dec 13, 2019, 11:18 AM IST

Airtel હવે વિદેશી કંપની બની જશે? જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ટેલિકોમ કંપની તરીકે જાણીતી ભારતી એરટેલ (Bharti Airtel)ની ઓળખ હવે આ મહિને ખતમ થઈ શકે છે. કદાચ હવે એરટેલ (Airtel) એક વિદેશી કંપની તરીકે ઓળખાશે. તેની પાછળનું કારણ એ છે કે ભારતી એરટેલે સિંગાપુરની ટેલિકોમ કંપની Singtel અને અન્ય બીજી વિદેશી કંપનીઓ પાસેથી 4900 કરોડ રૂપિયાના રોકાણને લઈને સરકાર પાસે મંજૂરી માંગી છે. જો આ રોકાણને સરકારની મંજૂરી મળી જશે તો એરટેલ ભારતીય કંપની નહીં રહે. અત્રે જણાવવાનું કે એરટેલ દેશની સૌથી જૂની ટેલિકોમ કંપની તરીકે જાણીતી છે. 

Dec 8, 2019, 10:43 PM IST

આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા

જ્યારથી મોબાઈલ કંપનીઓએ ટેરિફ ચાર્જ વધારવાની જાહેરાત શરૂ કરી દીધી છે, ત્યારથી તેમના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ તે મોબાઈલ ફોન યુઝર્સ માટે ભારે પડવાનું છે. મોંઘા ટેરિફ દર મહિને તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકી જશે. એટલે કે તમના દર મહિનાનો મોબાઈલ ખર્ચ વધવા જઈ રહ્યો છે. દેશની દિગ્ગજ મોબાઈલ કંપનીઓ એરટેલ (Airtel), રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) એ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે.

Dec 3, 2019, 08:42 AM IST

ટેલિકોમ કંપનીઓએ ફૂંકેલા દેવાળાની નાગરિકોને સીધી અસર થશે, વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેજો

દૂરસંચાર સંકટની અસર હવે સામાન્ય નાગરિકો પર પડવાની છે. દેશની સૌથી મોટી દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ તેમજ વોડાફોને 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, બંને કંપનીઓએ હજી જણાવ્યું નથી કે, સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અને કેવી અસર પડવા જઈ રહી છે. પણ અસર કરશે તે નક્કી...

Nov 19, 2019, 10:19 AM IST

Airtel vs Vodafone vs Jio: આ છે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, તમે કોને પસંદ કરશો?

થોડા સમય પહેલા Jio છોડીને તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે નવો નિયમ લાગુ કર્યો હતો. જેના અનુસાર, ટેલિકોમ યુઝર્સને પોતાના નંબરને એક્ટિવેટ રાખવા માટે એક મિનીમમ રિચાર્જ કરવાનું હોય છે. હકીકતમાં, જિયોના આ્વયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સને Jioને પ્રાઈમરી સીમ બનાવ્યું હતું અને Airtel તથા Vodafone આઈડિયાના નંબરે સેકન્ડરી નંબરની જેમ યુઝ કરી રહ્યા હતા. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે, આ નિર્ણયને પગલે તેઓને નુકશાન વેઠવુ પડી રહ્યું હતું. જેને પગલે એરટેલ, વોડાફોન, આઈડિયાના ગ્રાહકોને મિનીમમ રિચાર્જ પ્લાનથી રિચાર્જ કરવું જરૂરી થઈ ગયું છે. આ મિનીમમ રિચાર્જ પ્લાન (Recharge Plans 2019)  વેલિડિટીને આગળ વધારે છે અને નંબર ડિએક્ટિવેટ નથી થતો.

Nov 15, 2019, 10:07 AM IST

Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ

TRAI  ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે Jio ની પ્રતિદ્વંદી કંપની Airtel ઓગસ્ટ મહિનામાં ખૂબ નુકસાન થયું કારણ કે 5 લાખ Airtel યૂજર્સ કંપનીને છોડીને હવે Jio ના ગ્રાહક બની ગયા છે.

Oct 19, 2019, 03:48 PM IST

Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ

Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે

Oct 18, 2019, 09:05 AM IST

છીંડે ચડ્યો તે ચોર: અન્ય કંપનીઓ વસુલી રહી છે ચાર્જ અને બદનામ થાય છે JIO

Reliance JIO જે પણ નાણા ગ્રાહકો પાસેથી વસુલે છે તે AIRTEL, IDEA અથવા Vodafone ને ચુકવે છે કારણ કે ચાર્જ આ કંપનીઓ જ ઉઘરાવી રહી છે

Oct 14, 2019, 06:29 PM IST

Jio ના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું #BoycottJio

જો Reliance Jio એ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોલિંગ માટે વસુલવામાં આવતા વધારાનાં નાણા ડેટા સ્વરૂપે ગ્રાહકોને પરત કરવામાં આવશે.

Oct 10, 2019, 05:30 PM IST

હવે ફોન આવશે તો 40 સેકન્ડ નહી વાગે રીંગ, હવે ઘટીને થયો આટલો સમય!

કંપનીનું કહેવું છે કે તેનાથી ગ્રાહકો માટે કોલને બીજા નંબર પર કોલ ફોરવર્ડ કરવાની સુવિધા લેવી પણ મુશ્કેલ થઇ જશે. ગત મહિને આઇયૂસીના મુદ્દે બધી કંપનીઓનો વિવાદ નિયામક પાસે પહોંચી ગયો હતો. 

Oct 3, 2019, 05:38 PM IST

BSNLના ₹198 વાળા પ્લાને આપી Jio અને એરટેલને 'માત', 54 દિવસ સુધી દરરોજ 2GB ડેટા

એરટેલના 175 રૂપિયા વાળા ડેટા-ઓનલી પ્લાનમાં પ્રીપેટ યૂઝરને માત્ર 6 જીબી ટેલા મળે છે. તો રિલાયન્સ જીયોનો 251 રૂપિયાનો ડેટા રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરોને 51 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળે છે.
 

Sep 14, 2019, 06:20 PM IST

Airtel ગ્રાહકો માટે ખુશખબર, ત્રણ મહિના સુધી ફ્રીમાં મળશે Netflix અને Amazon Prime

જો તમે એરટેલ યૂઝર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. એરટેલ પોતાના #AirtelThanks હેઠળ યૂઝરો માટે આકર્ષક ઓફર આપવાની જાહેરાત કરી છે. 
 

Aug 5, 2019, 06:25 PM IST

Airtel એ લોન્ચ કર્યો 148 રૂપિયાનો શાનદાર પ્લાન, 28 દિવસોની વેલિડિટી

એરટેલે પોતાના પ્રીપેડ યૂજર્સ માટે 148 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં યૂજર્સને 3GB ડેટા મળે છે. આ દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ મફત મળશે. આ ઉપરાંત દરરોજ 100SMS પણ મળે છે. યૂજર્સ આ પ્લાનમાં પણ એરટેલ TV app અને મફત Wynk Music નો લાભ ઉઠાવી શકે છે.

Jul 12, 2019, 08:31 AM IST