કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની વયે નિધન

કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીનું આજે સવારે દુ:ખદ નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતાં. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની વયે નિધન

તામિલનાડુ: કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીનું આજે સવારે દુ:ખદ નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતાં. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમનું દેહાંત થયું. તેમનું નિધન કાંચીપુરમની પ્રાઈવેટ હોસ્પિટલમાં થયું છે. શ્વાસની તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમને વર્ષ 1994માં કાંચી મઠના પ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં.18 જુલાઈ 1935માં જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતાં. તેઓ 1954માં શંકરાચાર્ય બન્યા હતાં. કાંચી મઠ દ્વારા અનેક શાળાઓ, આંખોની હોસ્પિટલ ચલાવવામાં આવે છે. ભાજપના નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે તેઓ સુધારવાદી સંત હતાં, તેમણે સમાજ માટે અનેક કામો કર્યાં.

વેદોના જ્ઞાતા હતાં જયેન્દ્ર સરસ્વતી
કાંચી મઠ દ્વારા સમાજસેવા માટે ધાર્મિક સંસ્થાન, શિક્ષા સંસ્થાન, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો અને એક વિશ્વવિદ્યાલય પણ ચલાવવામાં આવે છે. મઠના શંકરાચાર્યના પદ પર બિરાજમાન થતા પહેલા તેમનું નામ સુબ્રહ્મણ્યમ હતું. તેમને વેદોના જાણકાર માનવામાં આવતા હતાં. વર્ષ 2003માં તેઓ કાંચી મઠના શંકરાચાર્યના પદ પર બિરાજમાન થયે પચાસ વર્ષ થયા હતાં.

કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ પણ જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. અત્રે જણાવવાનું કે વર્ષ 2004માં કાંચીપુરમ મંદિરના મેનેજરની હત્યાના મામલે જયેન્દ્ર સરસ્વતીનું નામ આવ્યું હતું. પરંતુ વર્ષ 2013માં તેમને નિર્દોષ જાહેર કરાયા હતાં. આ મામલે 2004માં તેમની ધરપકડ પણ થઈ હતી. તેમને લગભગ 2 મહિના સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news