સોનિયા અને રાહુલ ગાંધીને મળ્યા કુમારસ્વામી, શપથ ગ્રહણ સમારોહ માટે આપ્યું આમંત્રણ

કુમારસ્વામીએ સોમવારે બસપા પ્રમુખ માયાવતી સાથે પણ મુલાકાત કરી સાથે તેમણે સીપીઆઈ મહાસચિવ સીતારામ યેચુરી સાથે પણ વાત કરી હતી. 

 

સોનિયા અને રાહુલ ગાંધીને મળ્યા કુમારસ્વામી, શપથ ગ્રહણ સમારોહ માટે આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે 23 મેએ શપથ ગ્રહણ કરતા પહેલા જેડીએસ નેતા કુમારસ્વામી સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તેમણે કહ્યું, હું ગાંધી પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કરવા ઈચ્છતો હતો, તેથી હું અહીં  આવ્યો. મેં બંન્નેને શપથ ગ્રહણ સમારોહમાં બંન્નેને આવવા માટે આમંત્રણ આપ્યું જે આમંત્રણનો બંન્નેએ સ્વીકાર કર્યો છે. બંન્ને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. 

મહત્વનું છે કે કુમારસ્વામી કર્ણાટકના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ ગ્રહણ કરવાના છે. ભાજપ પાસે પર્યાપ્ત બહુમત ન હોવાને કારણે યેદિયુરપ્પાએ વિધાનસભામાં શક્તિ પરિક્ષણ પહેલા જ શનિવારે મુખ્યપ્રધાન પદ્દેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાની સાથે મુલાકાત કરી અને તેમણે કહ્યું કે, તેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 

— ANI (@ANI) May 21, 2018

માયાવતીને મળ્યા કુમારસ્વામી
આ પહેલા કુમાસ્વામીએ બસપા પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરી. તેમણે સીપીએમ મહાસવિચ સીતારામ યેચુરી સાથે ફોન પર વાત કરી અને તેમને શપથગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું, કેજરીવાલ, એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમને પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ આમંત્રણ આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news