jds

Karnataka bypolls results LIVE: ભાજપે 12 તો કોંગ્રેસે 2 બેઠક જીતી, JDS નું ખાતું ન ખુલ્યું

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી. 

Dec 9, 2019, 08:10 AM IST

કર્ણાટક પેટાચૂંટણી: 15 બેઠકો માટે બમ્પર વોટિંગ, BJPએ સત્તા બચાવવા જીતવી પડે આટલી સીટ

કર્ણાટક (Karnataka) માં આજે 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ((Karnataka bypolls 2019) યોજાઈ. સરેરાશ 62.18 ટકા મતદાન યોજાયું. કૃષ્ણરાજપેટે વિધાનસભા બેઠક પર સૌથી વધુ 80 ટકા જ્યારે કેઆરપુરામાં સૌથી ઓછુ 37 ટકા મતદાન નોંધાયું. હવે કુલ 165 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 9 ડિસેમ્બરે મતગણતરીના દિવસે થશે. કુલ 12 બેઠકો પર ભાજપ, જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે. 

Dec 5, 2019, 10:31 PM IST
Supreme Court To Give Relief To Rebel MLAs Of Karnataka PT3M39S

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે આપી રહાત, લડી શકશે ચૂંટણી

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે રહાત આપી છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોરોએ ભાજપને સમર્થન આપ્યું હતું.

Nov 13, 2019, 01:10 PM IST

કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી

કર્ણાટક (Karnataka) ના કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ બુધવારે ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકર દ્વારા કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે.

Nov 13, 2019, 11:45 AM IST

કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું

એચડી કુમારસ્વામીએ કહ્યું કે, હું રાજનીતિમાં નથી રહેવા માંગતો, મને લોકોનાં હૃદયમાં સ્થાન મળે એટલું પુરતુ છે

Aug 3, 2019, 07:15 PM IST

કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો છે.

Jul 29, 2019, 10:19 AM IST

કર્નાટક: કુમારસ્વામી બોલ્યા,‘અમે બીજેપીને સાથ નહિ આપીએ, ધારાસભ્યો ન આપે અફવા પર ધ્યાન’

બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ કર્નાટકના નવા મુખ્યમંત્રી તરીકે શુક્રવારે શપથ લીધા છે. 

Jul 27, 2019, 11:41 PM IST

કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસએ યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો

યેદિયુરપ્પાએ શુક્રવારે મોડી સાંજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથગ્રહણ કર્યા હતા

Jul 26, 2019, 10:21 PM IST

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી

અગાઉ કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત સરકાર વિશ્વાસમત દરમિયાન સદનમાં પરાસ્ત થઇ હતી

Jul 26, 2019, 06:01 PM IST

કર્ણાટક વિધાનસભા સ્પીકરે 3 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કર્યું, નહી લડી શકે ચૂંટણી

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસ સરકાર વિશ્વાસ મત પ્રાપ્ત કરી ચુકી છે, ત્યાર બાદ વિધાનસભા સ્પીકરે ધારાસભ્યોની વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે

Jul 25, 2019, 10:10 PM IST

કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત

કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષ કે.આર રમેશ કુમાર દ્વારા કોંગ્રેસ તથા જદ(એસ)નાં બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામા અંગે નિર્ણય થતા સુધી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ અનિશ્ચિતતા વચ્ચે સરકાર બનાવવા માટે દાવો કરવાની ઉતાવળમાં છે. પાર્ટીનાં એક અધિકારીએ ગુરૂવારે આ માહિતી આપી. 

Jul 25, 2019, 07:29 PM IST

Karnataka News Live: કર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું પતન, યેદિયુરપ્પા રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

karnataka politics crisis: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હવે અંતિમ તબક્કામાં છે. વિશ્વાસ મત રજૂ કરે એ પહેલા જ કુમારસ્વામી સરકારનું પતન થયું છે અને હવે ફરી એકવાર કર્ણાટકની શાસન ધુરા ભાજપના હાથમાં આવી શકે એમ છે. ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ છે.

Jul 24, 2019, 10:39 AM IST

કર્ણાટક સંકટમાં દોષનો ટોપલો બીજેપી પર ન ઢોળી શકાય, 14 મહિનામાં ઘણુ બધું થઈ ગયું...

કર્ણાટકમાં 14 મહિના જૂની એચડી કુમારસ્વામી સરકાર પોતાના અંતર્વિરોધીઓને કારણે આખરે પડી ભાંગી. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપીએ લાલચ આપીને કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોને તોડ્યા છે. પરિણામે અમારી સરકાર પડી ભાંગી. તેમણે આ માટે બીજેપીના નેતા યેદિયુરપ્પાને 2008ના ઓપરેશન કમલ ફોર્મ્યુલા માટે જવાબદાર ગણાવ્યા. હવે સવાલ એ ઉઠે છે કે, શું કોંગ્રેસના દાવામા ખરેખર દમ છે કે કુમાર સ્વામીની સરકાર પાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજેપીનો હાથ છે. 

Jul 24, 2019, 10:01 AM IST

કર્ણાટક સંકટ : બાગી ધારાસભ્યોએ સ્પીકર સામે રજૂ થવા 4 સપ્તાહનો સમય માંગ્યો

કર્ણાટક વિધાનસભામાં છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વાસ મત પર ચાલી રહેલ વિવાદની વચ્ચે સ્પીકરે બાગી ધારાસભ્યોને મંગળવારે સવારે 11 વાગ્યે રજૂ થવાનું કહ્યું હતું. આ મામલે મુંબઈમાં રોકાયેલા બાગી ધારાસભ્યોએ તેમની પાસેથી ચાર સપ્તાહમાં રજૂ થવાનો સમય માંગ્યો છે. 

Jul 23, 2019, 10:47 AM IST

કર્ણાટક Live: CMએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સમય માગ્યો, સ્પીકરે ના આપ્યો જવાબ

કર્ણાટકમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો નિર્ણય આવી શકે છે. કર્ણાટક વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ સંભવ છે. સાથે જ કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણી અરજીઓ બાકી છે, જેના પર આજે સુનાવણી થઇ શકે છે.

Jul 22, 2019, 12:23 PM IST

કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યૂલર (જેડી-એસ)ના 15 બળવાખોર ધારાસભ્ય અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ વિધાનસભામાં સોમવારના શક્તિ પ્રરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરતી રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Jul 22, 2019, 08:35 AM IST

કર્ણાટકમાં કતલની રાત: શક્તિ પરિક્ષણમા બસપા સરકારની સાથે, 2 ધારાસભ્યો સુપ્રીમની શરણે

બસપાએ ગત્ત વર્ષે યોજાયેલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ સાથે ગઠબંધ કરી ચૂંટણી લડી હતી

Jul 21, 2019, 11:46 PM IST

કર્ણાટક: ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રહેશે બળવાખોર MLA, તો પડી શકે છે સરકાર!

કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સંબંધમાં વિધાનસભા સ્પીકરકને અધિકાર વિસ્તારનું સન્માન કરતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં અંગે નિર્ણય સ્પીકર પર છોડ્યો છે

Jul 17, 2019, 12:33 PM IST

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ

કર્ણાટક સંકટને લઇને બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં ચિફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમના નિર્ણયમાં કહ્યું કે, કર્ણાટકમાં રાજીનામાં આપતા 15 ધારાસભ્યો સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બંધાયેલા નથી

Jul 17, 2019, 12:17 PM IST

‘MLAને મળવા માટે સમય માગવા છંતા સ્પીકર તેમને કેમ ના મળ્યા?’: CJI

કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે 16 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બળવાધોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી તેમનો પક્ષ રાખી રહ્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુકુલ રોહતગીથી પૂછ્યું કે અત્યારસુધી શું છે ડેવલ્પમનેટ.

Jul 16, 2019, 12:30 PM IST