કર્ણાટકમાં ઘટી કરૌલી જેવી ઘટના, શોભાયાત્રા પર પથ્થરમારો થયો

રામનવમીના અવસરે નીકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ કર્ણાટકમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં રામનવમીના અવસરે શોભાયાત્રા નીકળી રહી હતી.

કર્ણાટકમાં ઘટી કરૌલી જેવી ઘટના, શોભાયાત્રા પર પથ્થરમારો થયો

બેંગલુરુ: રામનવમીના અવસરે નીકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ કર્ણાટકમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં રામનવમીના અવસરે શોભાયાત્રા નીકળી રહી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો જેના કારણે તણાવ પેદા થયો. હાલમાં જ રાજસ્થાનના કરૌલીમાં પણ હિન્દુ સમુદાય તરફથી કાઢવામાં આવેલા સરઘસ પર પથ્થરમારો કરાયો હતો. 

એવો આરોપ છે કે રામનવમીના અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે વખતે આ શોભાયાત્રા જહાંગીર મહોલ્લામાંથી પસાર થઈ રહી હતી. કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો જેના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ. ઘટનાસ્થળે હાજર પોલીસે હળવો બળ પ્રયોગ કરતા સ્થિતિને કાબૂમાં લીધી. હાલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત કરાયો છે. જો કે સ્થિતિ નિયંત્રણમાં છે. 

અત્રે જણાવવાનું કે રાજસ્થાનના કરૌલીમાં પણ નવ સંવત્સરના અવસરે કાઢવામાં આવેલી બાઈક રેલી બાદ હિંસા ભડકી હતી. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કર્યા બાદ પેદા થયેલા સાંપ્રદાયિક તણાવના પગલે આગચંપી અને હિંસાની ઘટનાઓ ઘટી હતી. 

આ દરમિયાન રેલીમાં સામેલ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ લગભગ 100-150 લોકોએ લાકડી અને ડંડા લઈને હુમલો કરવાનો શરૂ કર્યો હતો. આ હુમલામાં 11 લોકોની સાથે 8 પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 23 ઉપદ્રવીઓની ધરપકડ કરી છે. આગળ તપાસ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news