ચુકાદો

ભાભર હત્યા કેસમાં મહત્વનો ચુકાદો, ભત્રીજાને મારનાર બે કાકાને આજીવન કેદની સજા ફટકારાઈ

  • ભાભરના બરવાળા ગામે ભત્રીજાની હત્યાના કેસમાં બે સગા કાકાઓ અને પિતરાઈ ભાઈને આજીવન કેદ ફટકારાઈ
  • બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ખેતરમાં બોલાવી બે કાકા અને ભાઈએ મળી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું હતું

Jul 4, 2021, 10:40 AM IST

સરકારી નોકરીઓમાં અનામતનો દાવો મૌલિક અધિકાર નહી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો મૌલિક અધિકાર નથી. જેથી કોઇ પણ કોર્ટ રાજ્ય સરકારોને એસસી અને એસટી વર્ગનાં લોકોને અનામત આપવાનાં નિર્દેશ જાહેર કરી શકેા છે. અનામત આપવાનો આ અધિકાર અને જવાબદારી સંપુર્ણ રીતે રાજ્ય સરકારોનાં વિવેક પર નિર્ભર છે કે તેને નિયુક્તિ કે બઢતીમાં અનામત આપવું કે નહી. જો કે રાજ્ય સરકારે આ પ્રાવધાનોને ફરજીયાત રીતે લાગુ કરવા માટે બંધાયેલા નથી.

Feb 9, 2020, 11:20 PM IST
Judgment Postponed On Bail Application Of Nityananda's Nuns PT3M9S

નિત્યાનંદની બંને સાધ્વીઓની જામીન અરજી પર ચુકાદો મોકૂફ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પરના ચુકાદામાં કોર્ટે મુદત આપી. કોર્ટ પોતાનો ચુકાદો 7 ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો છે. બંને સાધિકાઓએ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.

Feb 5, 2020, 07:45 PM IST
Today Verdict On Advance Bail Application Of DPS Operators PT5M28S

DPS સંચલકોની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

ડીપીએસ સ્કૂલ વિવાદ મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો આપવામાં મુદત આપી છે. કોર્ટનું જજમેન્ટ તેયાર ન હોવાના કારણે કોર્ટે મુદત આપી છે. 10 ડીસેમ્બર પર અનામત રાખ્યો છે. તમામની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ ચુકી છે. આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર.બી. રાણાએ મીરઝાપુર કોર્ટમાં એક એફિડેવીટ કરીને આરોપીઓની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને એફિડેવિટીમાં એવી રજૂઆત કરી હતી.

Dec 10, 2019, 11:20 AM IST
Today Vismay Shah Case Judgement PT2M15S

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ: હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે આપી શકે છે ચુકાદો

અમદાવાદમા થયેલા ચકચારી  વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે ચુકાદો આપી શકે છે.વિસ્મય શાહે સજા પર રાહત માટે ગુજરાત હાઈકોર્ટેમાં અપીલ કરી છે. વિસ્મય શાહની અપીલ અરજી પરનો ચુકાદો હાઇકોર્ટએ 22 નવેમ્બર પર મોકૂફ રાખ્યો હતો. જજમેન્ટ તૈયાર ન હોવાથી કોર્ટે મુદ્દત આપી હતી. બીજી તરફ મૃતક પરિવાર અને રાજ્ય સરકાર તરફે સજા વધારવા અરજી કરાઈ છે.

Nov 22, 2019, 02:50 PM IST
Today High Court Can Decide The Verdict In Visma Shah's Hit And Run Case PT1M23S

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો

વર્ષ 2013માં અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલા હિટ એન્ડ રનના મામલે આરોપી વિસ્મય શાહે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે ચુકાદો આપી શકે છે. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઈ વિસ્મય શાહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં આજે ચુકાદા આપે તેવી સંભાવના છે. હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ ચુકાદો આપી શકે છે. વસ્ત્રાપુરમાં બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા.

Nov 11, 2019, 09:25 AM IST

Ayodhya Verdict: જાણો કેવી રીતે વિવાદાસ્પદ ઢાંચામાં 'રાતોરાત' પ્રગટ થઇ હતી રામલલાની મૂર્તિઓ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ આમ તો ખૂબ જુનો છે પરંતુ જે ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. તે વિવાદની શરૂઆત 1949માં થઇ હતી જ્યારે 22/23 ડિસેમ્બર 1949ની રાતે મસ્જિદની અંદરના ભાગમાં રામલલાની મૂર્તિઓ રાખવામાં આવી હતી.

Nov 9, 2019, 04:49 PM IST

Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે

સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર ચૂકાદો આવી ગયો છે. વર્ષોથી ચાલી રહેલા આ કેસની અંતિમ સુનાવણી ચાલીસ દિવસમાં પુરી થઇ, જેમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા તીખી ચર્ચા કરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજોની પીઠે આ કેસ સાંભળ્યો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.

Nov 9, 2019, 03:42 PM IST

અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે. 

Nov 9, 2019, 01:06 PM IST

સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન, પરંતુ અમે સંતુષ્ટ નહી

અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળ્યો છે. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે. ચુકાદા પર સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે આ ચુકાદાથી સંતુષ્ટ નથી. 

Nov 9, 2019, 12:34 PM IST

અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 

Nov 9, 2019, 12:23 PM IST

Ayodhya Verdict: UP ના આ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, Social Media સેલની 673 લોકો પર નજર

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો (Ayodhya Verdict) આવતાં પહેલાં સાવધાનીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh)માં ઇન્ટરનેટ સેવાઓ (Internet services) બંધ કરવામાં આવી છે. આ સેવા શુક્રવારે અડધી રાત્રે તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિર્દેશક ઓપી સિંહ (OP Singh) એ કહ્યું કે સ્થિતિ સાંપ્રદાયિક તથા સંવેદનશીલ હોવાથી અને અફવાઓને ફેલતાં રોકવા માટે અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે.

Nov 9, 2019, 09:50 AM IST

Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ ચૂકાદો વાંચવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં ચીફ જસ્ટિસે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી રહી છે. 

Nov 9, 2019, 08:08 AM IST

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઇકોર્ટે આપ્યો ચુકાદો, ખેડૂતોની અરજી ફગાવી

મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે

Sep 19, 2019, 03:49 PM IST

હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી છે જેથી શહેરીજનો માટે રાહતના સમાચાર ગણી શકાય 

Jul 10, 2019, 05:26 PM IST

જામનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ

સામૂહિક બળાત્કારના કેસને લઈને આજે જામનગર કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર ત્રણેક વર્ષ પૂર્વે પાંચ શખ્સો દ્વારા સામુહિક બળાત્કાર, અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી, આવા કૃત્ય અંગે જામનગર પોક્સો કોર્ટે સખ્ત વલણ રાખીને આજે આ ચર્ચાસ્પદ કિસ્સામાં પાંચેય આરોપીઓને ગુન્હેગાર ઠેરવી અને છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજાનો હુકમ કર્યો છે.

Jul 6, 2019, 07:03 PM IST

2009 ઓઢવ લઠ્ઠાકાંડ કેસ: કોર્ટે આપ્યો ચુકાદો, વિનોદ ડગરી સહિત 6 આરોપી દોષિત

ઓઢવ લઠ્ઠાકાંડનો આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 આરોપીઓની દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે. ત્યારે કોર્ટરૂમમાં આરોપીઓના વકીલે દલીલ કરતા કહ્યું કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે.

Jul 6, 2019, 01:49 PM IST

હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 

સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે બહુ જલદી હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે. આ મહિનાના અંત સુધીમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ માત્ર અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દી સહિત 6 ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

Jul 3, 2019, 03:17 PM IST

આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો

કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણકોટની વિશેષ કોર્ટે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપી વિશાલ જંગોત્રાને છોડી મૂક્યો છે. બપોર બાદ દોષિતો માટે સજાની જાહેરાત થશે. આ બધા વચ્ચે કોર્ટે જે સાતમા આરોપીને છોડી મૂક્યો તે વિશાલ જંગોત્રાના છૂટકારામાં સીસીટીવીનું એક ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું. જેના આધારે વિશાલને છોડી મૂકવામાં આવ્યો. ઝી ન્યૂઝે સૌથી પહેલા આ ફૂટેજને બતાવતા કહ્યું હતું કે ઘટના સમયે વિશાલ ત્યાં હાજર નહતો. તેની જગ્યાએ તે મુઝફ્ફરનગરના મીરાપુરમાં હાજર હતો અને ત્યાંના એક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવીના ફૂટેજથી તે વાતને સમર્થન મળ્યું. 

Jun 10, 2019, 04:03 PM IST

નારાયણ સાઈ કેસનો ચુકાદો આપનાર જજ પી.એસ. ગઢવી સાહેબનું સન્માન કરાયું

સાડા પાંચ વર્ષ બાદ આખરે નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં ચુકાદો સંભળાવવામા આવ્યો છે.આ ચુકાદો સંભળાવનાર પી.એસ. ગઢવીએ ગુના સંદર્ભે ન્યાયિક સજા ફરમાવતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

May 4, 2019, 11:08 AM IST