મગજ ચકરાવે મૂકી દે તેવા છે આધારના આ સવાલો, જેના પર આજે નિર્ણય લેવાશે

આધારની સુનવણી દરમિયાન કોર્ટમાં અંગત માહિતીના અધિકારના મૌલિક અધિકાર હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. જેના બાદ કોર્ટે આધારની સુનવણી વચ્ચે જ રોકીને આ અધિકાર પર સંવિધાન પીઠની સુનવણી કરી અને અંગતતાને મૌલિક અધિકાર જાહેર કરી દીધો છે.

મગજ ચકરાવે મૂકી દે તેવા છે આધારના આ સવાલો, જેના પર આજે નિર્ણય લેવાશે

નવી દિલ્હી : આધાર કાર્ડને ફરજિયાત કરવા પર ચેલેન્જ આપનારી અનેક અરજીઓ પર સુપ્રિમ કોર્ટ આજે 26 સપ્ટેમ્બરે નિર્ણય સંભળાવશે. ખાનગી માહિતીનું ઉલ્લંઘનના લઈને અનેક મુદ્દાઓ એવા છે, જેના પર સુપ્રિમ કોર્ટની 5 જજવાળી બેન્ચ આજે નિર્ણય લેશે. આવામાં જનહિત સાથે જોડાયેલ મહત્ત્વના સવાલો વિશે તમારે જાણી લેવું જરૂરી છે, જેના પર નિર્ણય સંભળાવવામાં આવશે.

1. શું આધાર પ્રોજેક્ટ વ્યક્તિની અંગત માહિતીનું ઉલ્લંઘન કે તેના પર હુમલો છે. આવું એટલા માટે કે સુપ્રિમ કોર્ટના નિર્ણય મુજબ અંગતતા વ્યક્તિનો મૌલિક અધિકાર છે. 
2. શું સરકાર પાસે એ અધિકાર છે કે, તે તમામ લોકોને કહે કે વિશેષ આધાર નંબર (આધાર કાર્ડ) મેળવવા માટે બાયોમેટ્રિક કે ડેમોગ્રાફીના આધાર પર પોતાની ઓળખ બતાવે, જેથી સરકારી લાભ ગરીબો સુધી ત્યારે જ પહોંચશે.
3. શું લોકોની પાસે એ અધિકાર છે કે આધાર કાર્ડના અતિરિક્ત અન્ય સંબંધિત સરકારી દસ્તાવેજોથી પોતાની ઓળખ સરકારની સામે રાખે. આવું એટલા માટે કે, વોટર આઈકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો પણ સરકારને તેમની ઓળખ માટે ઉપલબ્ધ કરાવ્યા છે. 
4. શું આધાર એક્ટ કાયદાકીય છે? આવું એટલા માટે કે, જે રીતે તેને લોકોને પાસ કરાયો છે, તેના પર સવાલો ઉઠ્યા છે. હકીકતમાં આરોપ છે કે, સરકારે આધાર બિલને મની બિલ તરીકે રજૂ કરીને જલ્દી જલ્દીમાં પાસ કર્યું છે. આદારને મની બિલ ન કહી શકાય. જો આ રીતે કોઈ પણ બિલને મની બિલ માની લઈ શકાય, તો પછી સરકારનું જે પણ બિલ અસુવિધાજનક લાગશે, તેને મની બિલના રૂપમાં પાસ કરાવી લેશે. મની બિલના આડમાં આ કાયદાને પાસ થવામાં રાજ્યસભાના બિલમાં સંશોધનના સજેશનના અધિકાર અને રાષ્ટ્રપતિ બિલ વિચાર માટે બીજીવાર ફરીથી મોકલવાનો અધિકાર નજરઅંદાજ થયો છે.

5. આ સવાલો પણ ઉઠ્યા હતા કે, જ્યારે સરકારની પાસે દરેક વ્યક્તિનો ડેટા ઉપલબ્ધ હશે, તો માસ સર્વિલન્સ (નજરહેઠળ)નો ખતરો ઉત્પન્ન નહિ થાય?
6. શું એકત્ર કરાઈ રહેલ ડેટાની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. આ ઉપરાંત બાયોમેટ્રિક ઓળખ એકત્ર કરીને કોઈ પણ વ્યક્તિને વાસ્તવિકતાથી 12 અંકોની સંખ્યામાં તબદીલ કરાઈ રહ્યો છે.
7. સરકારે દરેક સુવિધા અને સર્વિસને આધાર સાથે જોડી દીધું છે, જેને કારણે ગરીબ લોકો આધારનો ડેટો મેચ ન થવાને કારણે સુવિધાઓનો લાભ લેવાથી વંચિત થઈ રહ્યાં છે.

સાડા ચાર મહિનામાં 38 સુનવણી થઈ
આધારની સુનવણી દરમિયાન કોર્ટમાં અંગત માહિતીના અધિકારના મૌલિક અધિકાર હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. જેના બાદ કોર્ટે આધારની સુનવણી વચ્ચે જ રોકીને આ અધિકાર પર સંવિધાન પીઠની સુનવણી કરી અને અંગતતાને મૌલિક અધિકાર જાહેર કરી દીધો છે. તેના બાદ પાંચ ન્યાયાધીશોએ આદારની વૈધાનિકતા પર સુનવણી શરૂ કરી હતી. કુલ સાડા ચાર મહિનામાં 38 દિવસો સુધી આધાર પર સુનવણી થઈ હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news