26 ડિસેમ્બર 2004નો કાળો દિવસ ભારત ક્યારેય નહી ભૂલે, તણાયા હતા હજારો ભારતીય
26મી ડિસેમ્બર, 2004નો દિવસ કોઈ પણ એશિયા ખંડનું વ્યક્તિ અને ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે સુમાત્રાના દરિયાકાંઠે 8.6ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી ઘાતક સુનામીએ હજારો કિંમતી જીવન છીનવી લીધા હતા.
Trending Photos
26મી ડિસેમ્બર, 2004નો દિવસ કોઈ પણ એશિયા ખંડનું વ્યક્તિ અને ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે સુમાત્રાના દરિયાકાંઠે 8.6ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી ઘાતક સુનામીએ હજારો કિંમતી જીવન છીનવી લીધા હતા અને કૃષિ, પશુધન અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, માલદીવ્સ અને થાઇલેન્ડમાં 3,00,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાંથી ભારતમાં 12,405 ભારતીયોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા.
જેમાં આંધ્ર પ્રદેશમાં 107, કેરળમાં 177, તમિલનાડુમાં 8009, 599 પોંડિચેરીમાં અને આંદામાન અને નિકોબારમાં 3513 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે, સુમાત્રા કિનારાની નજીકમાં આવેલા નિકોબાર ગ્રૂપ ઑફ આઈલેન્ડને સૌથી વધુ નુકસાન થયું હતું. પરવાળાના ખડકો, સુંદર દરિયાકિનારો, ખેતી અને નારિયેળના છોડ બધું ધોવાઈ ગયું હતું.
ભારતમાં કુલ 27.92 લાખ લોકો સુનામીથી પ્રભાવિત થયા હતા. આંધ્ર પ્રદેશમાં 1.96 લાખ, કેરળમાં 13 લાખ, તમિલનાડુમાં 8.97 લાખ, પોંડિચેરીમાં 43 હજાર અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં 3.56 લાખ અસરગ્રસ્ત થયા હતા. સુનામીએ 2.35 લાખથી વધુ ઘરોનો નાશ કર્યો હતો. જેમાં, આંધ્ર પ્રદેશમાં 481, કેરળમાં 13, 735, તમિલનાડુમાં 1,90,000, પોંડિચેરીમાં 10,061 અને A&N ટાપુઓમાં 21,100 ઘરો તબાહ થયા હતા. ઘરો સિવાય લોકોએ તેમની આજીવિકા પણ ગુમાવી હતી. 83,788 બોટ નુકસાન થયું હતું. 39,035 હેક્ટર પાક વિસ્તારનું ધોવાણ થયું હતું.
આ વિસ્તારોમાં શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પીવાના પાણીનો પુરવઠો, આંગણવાડીઓ સહિતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ખાસ કરીને જે જગ્યાઓ પર બંદરો અને જેટીઓ કે જે લોકો માટે જીવનરેખા હતી, શિપિંગ ક્ષેત્ર સહિત માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું હતું. નાણાકીય દ્રષ્ટિએ, ભારતને અંદાજે રૂ. 11,544.91 કરોડનું નુકસાન થયું હતું.
સુમાત્રાનો ભૂકંપ અને સુનામી ભારત માટે આંખ ખોલનાર માનવામાં આવે છે, કારણ કે આ ઘટના બાદ સુનામી અને તેની વિનાશક શક્તિનો ભારતીયોને તેનો પરિચય કરાવ્યો હતો. આ કુદરતી આપત્તિથી શીખીને ભારત સરકારે ઑક્ટોબર 2007માં હૈદરાબાદના ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ (INCOIS) ખાતે ઈન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમ (ITEWS)ની સ્થાપના કરી.
ભારતના વૈજ્ઞાનિકો હવે બોટમ પ્રેશર રેકોર્ડર્સ (BPR), ટાઇડ ગેજિસ અને 24x7 ઓપરેશનલ સુનામી વોર્નિંગ સિસ્ટમથી હિંદ મહાસાગરમાં હિંદ મહાસાગરમાં હિલચાલની આગાહી કરી શકે છે અને સૌથી વધુ સંવેદનશીલ લોકોને વહેલી સલાહ આપી શકે છે. જ્યારે, આપત્તિ વ્યવસ્થાપન માટેની વ્યૂહરચનાના ભાગરૂપે, 11મી મે, 2005ના રોજ આપત્તિ વ્યવસ્થાપન પરના કેન્દ્રીય કાયદા પરનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ખરડો એવી જોગવાઈ કરે છે કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આપત્તિ વ્યવસ્થાપન સિસ્ટમનો અભિન્ન ભાગ હશે.
સુનામીની પ્રારંભિક ચેતવણી માટે સિસ્ટમ સ્થાપિત કરનાર ભારત પહેલો દેશ છે, જ્યારે ઓડિશા સુનામી માટે વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે