Lalu Yadav Kidney Transplant: લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ, પુત્રી રોહિણી બની ડોનર

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. ઓપરેશન માટે પુત્રી રોહિણીએ કિડની દાન કરી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી સિંગાપુરમાં સારવાર કરાવી રહ્યાં છે.  

Lalu Yadav Kidney Transplant: લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ, પુત્રી રોહિણી બની ડોનર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. ઓપરેશન માટે પુત્રી રોહિણીએ કિડની ડોનેટ કરી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રીની સિંગાપુરમાં સારવાર ચાલી રહી છે. પિતાના સફળ ઓપરેશનની જાણકારી પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આપી છે. લાલૂ પ્રસાદ યાદવનો પરિવાર સિંગાપુરની હોસ્પિટલમાં હાજર છે. 

તેજસ્વી યાદવે ટ્વીટ કર્યુ, 'પિતાની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક થયા બાદ તેમને ઓપરેશન થિએટરથી આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા. ડોનર રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થનાઓ અને દુવાઓ માટે ધન્યવાદ.'

आप सबकी शुभकामनाओं के लिए धन्यवाद! pic.twitter.com/blUO1BAtv3

— Dr. Misa Bharti (@MisaBharti) December 5, 2022

આરજેડી પ્રમુખના ઓપરેશન પહેલા જ તેજસ્વી યાદવ અને તેના રાજકીય સલાહકાર સંજય યાદવ, લાલૂના નજીકના ભોલા યાદવ સિંગાપુર પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લાલૂની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી પણ હોસ્પિટલમાં હાજર છે. વરિષ્ઠ નેતા અને પુત્રી રોહિણી આચા્યને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. 

બિહારમાં પૂજા
તો બિહારમાં પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના પણ થઈ હતી. બિહારના મંત્રીઓ અને ધારાસભ્યોએ દાનાપુરના અર્ચના મંદિરમાં પૂજા કરી હતી. આ સિવાય સ્થાનીક લોકોએ હવન કર્યો હતો. દાનાપુરના કાલી મંદિરમાં ધારાસભ્યો અને મંત્રીઓએ જલાભિષેક અને હવન કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news