Vi ના 2 શાનદાર પ્લાન લોન્ચ, એક વર્ષની વેલિડિટી, દરરોજ 2 GB ડેટા અને ફ્રી Calling
Vi તરફથી એક વર્ષની વેલિડિટીવાળા બે પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, જેમાં દરરોજ 2જીબી ડેટા અને વોઇસ કોલિંગની સુવિધા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયા (Vi) તરફથી બે નવા પ્રી-પેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ બંને પ્રી-પેડ પ્લાન 2999 કૂપિયા અને 2899 રૂપિયામાં આવે છે. નોંધનીય છે કે વોડાફોન-આઈડિયા તરફથી પહેલાથી પ્રીપેડ પ્લાનને રજૂ કરવામાં આવી રહ્યાં છે, જે એક વર્ષની લાંબી વેલિડિટી સાથે આવે છે. વોડાફોન-આઈડિયાના નવા પ્રીપેડ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ડેટાની સુવિધા મળે છે.
Vi 2999 Plan
Vi ના 2999 રૂપિયાના પ્લાનમાં કુલ 850 GB 4G ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. તો કંપની અનલિમિટેડ નાઇટ ડેટા પણ આપી રહી છે, એટલે કે યૂઝર્સ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ફ્રી ડેટાનો ઉપયોગ કરી શકે છે.
Vi 2899 Plan
Vi ના 2899 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસ સુધી દરરોજ 1.5જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. આ પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય અનલિમિટેડ નાઇટ ડેટાની સુવિધા પણ મળે છે. એટલે કે યૂઝર્સ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ફ્રી ડેટાનો ઉપયોગ કરી શકે છે.
આ બંને પ્લાન સિવાય વોડાફોન આઈડિયા તરફથી એક વર્ષની લાંબી વેલિડિટીવાળા અન્ય પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. તેમાં 3099 રૂપિયાવાળો પ્લાન પણ સામેલ છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. તેમાં યૂઝર્સને ફ્રી Disney+Hotstar સબ્સક્રિપ્શન મળે છે, વીઆઈ તરફથી FIFA World Cup ના લાઇવ સ્ટ્રીમિંગ માટે ઈન્ટરનેટ રિચાર્જ પેકને પણ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે