Lok Sabha Election 2024: ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહીઓએ ચોંકાવી દીધા, આ હોટ સીટો પર ભાજપનું વધ્યું ટેન્શન!

Phalodi Satta Bazar Predictions: લોકસભા ચૂંટણી 2024ના 6 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. આ બધા વચ્ચે ફલૌદી સટ્ટા બજારના ભાવોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ફલૌદી સટ્ટા બજારના તાજા ભાવોએ બધાને ચોંકાવી દીધા છે.

Lok Sabha Election 2024: ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહીઓએ ચોંકાવી દીધા, આ હોટ સીટો પર ભાજપનું વધ્યું ટેન્શન!

Phalodi Satta Bazar Predictions: લોકસભા ચૂંટણી 2024ના 6 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. આ બધા વચ્ચે ફલૌદી સટ્ટા બજારના ભાવોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ફલૌદી સટ્ટા બજારના તાજા ભાવોએ બધાને ચોંકાવી દીધા છે. અનેક સીટો પર ભાજપનું ટેન્શન વધી રહ્યું છે. જો કે ક્યાંક રાહત પણ મળી રહી છે. 

ભાજપની સત્તાવાળા આ રાજ્યમાં ઉથલપાથલ!
ફલૌદી સટ્ટા બજારના અનુમાન મુજબ રાજસ્થાનની કુલ 25 બેઠકોમાથી 19-20 બેઠકો ભાજપને મળે તેવી શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5 થી 6 સીટો મળી શકે છે. એટલે કે ભાજપ માટે રાજસ્થાનમાં રાહ સરળ નથી દેખાઈ રહી. પશ્ચિમ રાજસ્થાન, શેખાવાટી સહિત અનેક ભાગોમાં ભાજપના મતોની ટકાવારીમાં ઘટાડાનું અનુમાન છે. 

બાડમેરમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ
બાડમેર-જેસલમેર સીટો પર કોંગ્રેસ ઉમેદવાર બેનીવાલનો 45 થી 60 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે રવિન્દ્ર ભાટીનો ભાવ 1.25 રૂપિયા છે. જ્યારે મંત્રી કૈલાશ ચૌધરીનો  ભાવ પણ 3 રૂપિયા ચાલી રહ્યો છે. જેના પગલે દેશની હોટ સીટોમાંથી એક એવી બાડમેર સીટ પર ભાજપના પક્ષમાં પરિણામ ન આવે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે નાગૌરમાં પણ RLP ના હનુમાન બેનીવાલનો ભાવ 1.25 રૂપિયા અને ભાજપના જ્યોતિ મિર્ધાનો ભાવ 60 થી 70 પૈસા છે. 

સીકર અને ચૂરુમાં પણ વધશે ટેન્શન
ઝૂંઝૂનુ, સીકર અને ચુરુમાં પણ કોંગ્રેસની સ્થિતિ મજબૂત જણાઈ રહી છે. જ્યારે નાગૌર અને ટોંક એવી સીટો છે જ્યાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે. આ ઉપરાંત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોટાથી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી ચિત્તોડગઢ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરથી, કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલ બીકાનેરથી, પીપી ચૌધરી પાલીથી અને ભૂપેન્દ્ર યાદવ અલવરથી ખુબ મજબૂત સ્થિતિમાં છે. 

શું છે ફલૌદી સટ્ટા બજાર
ફલૌદી રાજસ્થાનનો એક જિલ્લો છે જ્યાં દેશભરના રાજ્યોમાં થનારી ચૂંટણીઓ અંગે સટ્ટો લાગે છે. એવું પણ કહેવાય છે કે અહીંનું આકલન બિલકુલ સટીક હોય છે. આ કારણે ફલૌદી સટ્ટા બજાર દેશ અને દુનિયામાં હંમેશા ચર્ચામાં રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news