Baba Vanga ની ભવિષ્યવાણી, ' ના તો માણસ બચશે ના તો જાનવર, શું ખતમ થવાની છે દુનિયા?

Baba Vanga Predictions 2024: બાબા વેંગા પર ભરોસો કરનારાઓનું માનવું છે કે ભલે તે પોતાની આંખો વડે જોઇ શકતા ન હતા, પરંતુ તેમની પાસે એવી શક્તિ હતી, જેથી તે દુનિયાનું ભવિષ્ય બતાવતા હતા. તેમની ડઝનો ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 

Baba Vanga ની ભવિષ્યવાણી, ' ના તો માણસ બચશે ના તો જાનવર, શું ખતમ થવાની છે દુનિયા?

Baba Vanga and Doomsday: દુનિયામાં ઘણા બધા લોકો ભવિષ્યફળ અને ભવિષ્યવાણીઓ જાણવામાં રસ ધરાવે છે. અમીર હોય કે ગરીબ દરેક પોતાના ભવિષ્ય વિશે જાણવા માંગે છે, જેથી તે નુકસાનથી બચી શકે. કદાચ એટલા માટે ભારત હોય કે દુનિયાનો બીજો દેશ, જ્યોતિષિઓ અને ભવિષ્યવાણી કરનારાઓની ડિમાન્ડ ખૂબ હાઇ રહે છે. એટલા માટે બાબા વેંગની જેમની ભવિષ્યવાણીઓ લોકો ખૂબ ધ્યાનથી વાંચે છે.

ડઝનો ભવિષ્યવાણીઓ સો ટકા સાચી સાબિત થઇ ચૂકી છે

બાબા વેંગા પર વિશ્વાસ મુકનારાઓનું માનવું છે કે તેમની પાસે એવી શક્તિ હતી, જેનાથી દુનિયાનું ભવિષ્ય જાણી લેતી હતી. તેમની ડઝનો ભવિષ્યવાણીઓ સો ટકા સાચી સાબિત થઇ ચૂકી છે. વર્ષ 2024 ખતમ થવામાં લગભગ સાત મહિના બાકી છે એવામાં 2024 માટે કરવામાં આવેલી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સાથે જાણીએ કે બાબા કયામતના દિવસે શું કહ્યું હતું. 

ખતમ થશે દુનિયા? 
આ નશ્વર દુનિયામાં ફક્ત મૃત્યું જ શાસ્વત છે. અંત જ આરંભ છે. જેમનો જન્મ થયો છે તેનું મૃત્યું જરૂર થશે. સમય સાથે યુગ બદલાશે. પૃથ્વીને બચાવવા માટે ભગવાને ઘણી વખત સ્વયં અવતાર લીધો હતો. ક્યારેક પૃથ્વીને બચાવવા તો ક્યારેક માનવતાને બચાવવા માટે 'પ્રભુ'એ કોઈ ને કોઈ લીલાઓ રચી છે. પોતાના અવતારનો હેતુ પૂરો કરીને તેમણે શરીર પણ ત્યાગ કરી દીધો. એવામાં આજે આપણે તેમની ભવિષ્યવાણી વિશે વાત કરીશું જ્યારે તેમણે કહ્યું હતું કે એક દિવસ આ દુનિયા કે જેમાં આપણે બધા જીવી રહ્યા છીએ તેનો પણ અંત આવશે.

બાબા વેંગાએ જણાવી તારીખ!
બાબા વેંગાએ દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે મોત પહેલાં 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી. તેમની ભવિષ્યવાણી અનુસાર દુનિયા 5079 માં ખતમ થઇ જશે. 

2024 ની ભવિષ્યવાણી
બાબાએ વર્ષ 2024માં એક દેશવાસીના હાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસની આગાહી કરી હતી. પુતિનને મારી નાખવાની ધમકી આપનાર પ્રિગોઝિન હવે આ દુનિયામાં નથી. બાબા વેંગાએ યુક્રેનમાં ચેર્નોબિલ દુર્ઘટના, પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ અને અમેરિકામાં 9/11ના હુમલાની પણ સચોટ આગાહી કરી હતી. 2024 માટે તેમણે જે ભવિષ્યવાણી કરી હતી તે બધી સાબિત થઈ રહી છે. આગળ શું થવાનું છે તે તેનાથી પણ ડરામણું છે. બાબા વેંગાએ કહ્યું હતું કે 2024માં યુરોપમાં ઘણા આતંકવાદી હુમલા થશે.

એકદમ સચોટ આગાહી કરી હતી

તાજેતરમાં જ રશિયાના મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલો સૂચવે છે કે તેમણે એકદમ સચોટ આગાહી કરી હતી. કારણ કે રશિયા ગુસ્સામાં બદલો લઈ શકે છે અને યુક્રેનથી આગળ તેના યુદ્ધનો વ્યાપ વિસ્તારી શકે છે. તેનાથી યુરોપમાં યુદ્ધ ફેલાશે. બાબા વેંગાએ કહ્યું હતું કે સાયબર હુમલા વધશે. સમગ્ર વિશ્વમાં સાયબર હુમલા વધી ગયા છે. એવામાં જે પણ દેશ બેદરકાર રહેશે તેને મોટું નુકસાન થઈ શકે છે.

કોણ છે બાબા વેંગા
બાબા વેંગાએ પોતાની મોત પહેલાં દુનિયાના ખતમ થવાને લઇને યુદ્ધ અને કુદરતી આફત સહિત ભવિષ્યવાણી કરી હતી. બુલ્ગારિયાની દ્રષ્ટિહિન બાબા વેંગાની આંખોની રોશની ફક્ત 12 વર્ષની ઉંમરમાં જ જતી રહી હતી. બાબા વેંગાનું વર્ષ 1996 માં 85 વર્ષની ઉંમરે મોત નિપજ્યું હતું. 

(અમારા આ સમાચારમાં આપવામાં આવેલી જાણકારી ફક્ત સામાન્ય સૂચનાત્મક ઉદ્દેશ્યો માટે છે. અમે આ ભવિષ્યવાણીઓની સટીકતા અને વિશ્વનિયતાની પુષ્ટિ કરતા નથી. ઝી 24 કલાક બાબા વેંગાના દાવાની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news