અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી
કેટલાક વર્ષોથી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવે છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ: ઉતરાયણનો પર્વ નજીક આવતા જ શહેરમાં ચાઈનીઝ દોરી ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક વર્ષોથી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવે છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જો કોઈ પણ વ્યક્તિ પાસે થી ચાઈનીઝ દોરીનો જથ્થો કે ટુક્કલ મળી આવે તો પોલીસ દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની અલગ અલગ ટીમો અનેક જગ્યાએ વોચ રાખી રહી છે અને અત્યાર સુધીમાં શહેરમાં 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે, અને લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જો કે બીજી તરફ જે સામાન્ય રીતે ઉપયોગ માં લેવામા આવતી માંજા દોરીમાં પણ ઘાતક દોરીના બને અને વધુ પડતાં કાચનો ઉપયોગ ના કરે જેથી કરી ને કોઈપણ જીવ ને નુકસાન પહોંચે તે પ્રકારની સમજ પણ પતંગ રસિકોને આપવામાં આવી રહી છે. જો કે ચાઈનીઝ દોરી અને તુક્કલનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું હોવાની રજૂઆત પોલીસ ને મળતા પોલીસએ આ પ્રકારનું વેચાણ બંધ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. જ્યારે સાયબર ક્રાઈમને પણ આ પ્રકારની વેબ સાઇટ પર વોચ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે. ચાઈનીઝ દોરીના વેચાણને લઇને ગુજરાત હાઇકોર્ટ થોડા દિવસો અગાઉ અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢીને તેમની પાસે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. ત્યારે ચાઈનીઝ દોરી વેચનારા ઉપર અમદાવાદ શહેર પોલીસે તવાઈ બોલાવી હતી.
ચાઈનીઝ દોરાના પ્રતિબંધ વચ્ચે અમદાવાદમાં 900 જેટલા ચાઈનીઝ દોરીના ટેલર સાથે દાણીલીમડા પોલીસે 02 આરોપીઓની કરી ધરપકડ કરાઈ છે. શહેરમાં ઠેર ઠેર ચાઈનીઝ દોરી વેચનારા વેપારીઓ પકડાઈ રહ્યાં છે. સરદારનગર પોલીસે 29 જેટલા ચાઈનીઝ દોરાના ટેલર સાથે 01 આરોપીની ધરપકડ કરાઈ, તો અમરાઈવાડી પોલીસે 69 ચાઈનીઝ દોરીના ટેલર સાથે 01 આરોપીની ધરપકડ કરાઈ. જેમાં સૌથી વધુ ચાઈનીઝ દોરીના ટેલર દાણીલીમડા પોલીસે કબ્જે કર્યા.
ઉતરાયણ નજીક આવતાની સાથે જ શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી લાવવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની ચાઈનીઝ દોરી વાપરવી અને વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે, ચાઈનીઝ દોરી સરળતાથી મળી રહી છે.
ચાઈનીઝ દોરી તે માટે ZEE 24 કલાકની ટીમે સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તરાયણ આવે એની પહેલા જ લોકોનો જીવ લેનારી ચાઈનીઝ દોરી સરળતાથી બજારમાં મળી રહી છે. વારંવાર પોલીસની કામગીરી આ મામલે કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. છતાં ચાઈનીઝ દોરીનો વેપાર રોકાઈ નથી રહ્યો. કેટલી સરળતાથી મળી રહી છે ચાઈનીઝ દોરી તે માટે ZEE 24 કલાકની ટીમે સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે