LPG Cylinder Price: ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો, ચૂંટણી બાદ મોંઘવારીનો માર
મોંઘવારીનો માર સહી રહેલ આમ જનતાના માથે ગેસ સિલિન્ડરે વધુ ભડકો કર્યો છે. એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે અંદાજે 150 રૂપિયા વધુ ચુકવવા પડશે.
Trending Photos
નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતના જશ્ન વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. બુધવારથી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરાયો છે. હવે તમારે પ્રતિ સિલિન્ડર અંદાજે 150 રૂપિયા વધુ આપવા પડશે. આજથી જ નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં 14 કિલો ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે. નવી કિંમતો પ્રભાવી અસરથી અમલ કરવામાં આવી છે.
ઇન્ડિયન ઓઇલના અનુસાર દિલ્હીમાં 14 કિલો વાળા સિલિન્ડરમાં હવે 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે નવી કિંમત 858.50 રૂપિયા થવા પામી છે. કોલકત્તાના ગ્રાહકોને 149 રૂપિયા વધુ ચૂકવવા પડશે અને ભાવ 896 પ્રતિ સિલિન્ડર થશે. મુંબઇમાં 145 રૂપિયાનો વધારો લાગુ કરાશે. જેને પગલે મુંબઇમા નવો ભાવ પ્રતિ સિલિન્ડર 829.50 થશે. ચેન્નાઇની વાત કરીએ તો 147 રૂપિયા વધશે.
અહીં નોંધનિય છે કે, બજેટ પહેલા કોમર્શિલય ગેસ સિલિન્ડર પર 224.98 રૂપિયાનો વધારો કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે