PM મોદીની કાર્યકર્તાઓને અપીલ: ચૂંટણી જીતવાના બદલે માત્ર બૂથ જીતવાની ચિંતા કરો

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ સરકાર દ્વારા કરાયેલા કાર્યો મુદ્દે લોકોમાં જાગૃતી લાવે

PM મોદીની કાર્યકર્તાઓને અપીલ: ચૂંટણી જીતવાના બદલે માત્ર બૂથ જીતવાની ચિંતા કરો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા શનિવારે (29 સપ્ટેમ્બર)ના રોજ બિલાસપુર, બસ્તી, ધનબાદ, ચિત્તોડગઢ અને મંદસોર લોકસભા સીટના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વાતચીતની તરફ કહ્યું કે, તે લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે. સાથે જ તેમણે તેમ પણ અપીલ કરી કે તેઓ સરકારનાં કામોના મુદ્દે જનતાની વચ્ચે જાય. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, તમને લોકોને જે જવાબદારી મળી છે તેનું નિર્વહન કરો અને સાથે જ સાથી કાર્યકર્તાઓને પણ પોતાની જવાબદારી પુરી કરવા પ્રત્યે ઉત્સાહિત કરે. 

વડાપ્રધાન મોદીએ બૂથ સ્તર કાર્યકર્તાઓને ક્હયું કે, તમે ચૂંટણી જીતવા અંગે વિચારવાનું બંધ કરી દો અને બૂથ જીતવાની ચિંતા કરો. કેન્દ્ર સરકારે મધ્યમવર્ગીય પરિવારોના માટે શું નથી કર્યું, આ અંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને દરેક પ્રકારે રાહત આપવામાં આવી છે. અમે ઇનકમ ટેક્સમાં રાહત આપી છે. પહેલાની સરકારમાં તેમને વધારે ટેક્સ આપવો પડ્યો હતો. 
ટેક્સનાં સૌથી નિચલા સ્લેબનો 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી છે. સાથે જ વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં વધારે છુટ આપવામાં આવી છે. 

નોટબંધીના કારણે ઘર સસ્તું થયું
વડાપ્રધાને કહ્યું કે, નોટબંધી બાદ પ્રોપર્ટી બજારમાં કાળાનાણાનો પ્રવાહ બંધ થયો છે. મધ્યમવર્ગીય લોકો માટે હવે ઘર ખરીદવાનું સપનું પુરૂ થયું છે. પહેલા તેઓ માત્ર સપના જોઇ શકતા હતા. નોટબંધીના કારણે ઘરની કિંમતોમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત અમે હોમ લોન પણ સસ્તી કરી છે. પહેલા હોમ લોન પર વ્યાજનો દર 10 ટકા કરતા પણ વધારે હતો જે હવે ઘટીને 9 ટકાથી નીચે થઇ ગઇ છે. એટલું જ નહી હોમ લોન પર વ્યાજનમાં સબ્સિડી દેવાનું પણ કામ કર્યું છે. 

દરેક પ્રકારની લોન સસ્તી થઇ છે
કાર લોન પણ સસ્તી થઇ છે. સ્ટૂડેંટ લોન પહેલા 14 ટકાની આસપાસ હતી જે હવે 10 ટકાની આસપાસ છે. મધ્યમવર્ગીય પરિવારમાં પહેલા જ્યારે કોઇ બીમાર થઇ જતું હતું તો મધ્યવર્ગીય પરિવાર પરેશાન થઇ જતું હતું. એવામાં સરકારે ગરીબો માટે સમગ્ર દેશમાં વડાપ્રધાન જનઔષધી કેન્દ્ર ખોલ્યા છે. સમગ્ર દેશમાં 3500 કરતા વધારે જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ ઘણી દવાઓ પર 50 ટકા કરતા વધારે છુટ છે. ઘુંટણના પ્રત્યાર્પણ સસ્તું થઇ ગયુ છે. 

કાર્યકર્તાઓને નમો એપ સાથે જોડાવા માટેની અપીલ
કાર્યકર્તાઓએ કહ્યું કે, તમે નરેન્દ્ર મોદી એપ સાથે જોડાઓ અને ત્યાં તમને ઘણી વધારે માહિતી મળશે. વધારેમાં વધારે લોકોને મોદી એપ ડાઉનલોડ કરવા માટે કહ્યું, ત્યાં તમને સરકારની ઉપલબ્ધતાઓ અંગે તમામ માહિતી મળી જશે. 

નક્સલી વિસ્તારોમાં હિંસામા ઘટાડો થયો
એક કાર્યકર્તાએ વડાપ્રધાનને પુછ્યું કે, છત્તીસગઢમાં નક્સલવાદ મુદ્દે સરકારનું શું આયોજન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગત્ત ચાર્ વર્ષમાં નક્સલવાદ અને આતંકવાદને પહોંચીવળવામાં  અમે ઘણા આગળ છીએ. પહેલી વાત છે કે નક્સલી ક્ષેત્રોમાં હિંસામાં ઘટાડો થયો છે. સાથે જ આ ક્ષેત્રોમાં વિકાસના ઘણા કામ થયા છે. નક્સલી વિસ્તારમાં હિંસક ઘટનાઓમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news