Temples News

અંબાજીમાં હવે ફરાળી પ્રસાદ પણ મળશે, શ્રાવણનો ઉપવાસ કરનારા માટે ખાસ આયોજન
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ શું વખણાય છે? તો તમારા મગજમાં સૌથી પહેલા અંબાજીનો પ્રસાદ આવશે. કેટલાક ભક્તો એવા પણ છે, જેઓ મંદિરમાં બેસીને આખુ બોક્સ ખાઈ જાય છે. શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. અંબાજીમાં મંદિર તરફથી પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવે છે. મોહનથાળનો ટેસ્ટ આજે સમગ્ર દેશની દાઢે વળગે છે. હાલ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આ પ્રસાદ ઉપવાસ રાખનારા લોકો ખાઈ શક્તા નથી. તેથી હવે અંબાજી મંદિરમાંથી ફરાળી પ્રસાદ પણ આપવામાં આવશે. મોહનથાળીન જેમ આ ફરાળી પ્રસાદ પણ વિદેશ કે દૂરના સ્થળે માતાજીનો પ્રસાદ લઈ જઈ શકાશે. મંદિર ટ્રસ્ટે હવે ભક્તો માટે ફરાળી ચીક્કીના પ્રસાદનું હવે વિતરણ શરૂ કર્યું છે. ઉપવાસમાં આરોગી શકાય તેવા મા અંબાના આ પ્રસાદથી ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે, જેઓ હાલ શ્રાવણ તથા ચાર્તુમાસના ઉપવાસ કરી રહ્યાં છે. 
Jul 30,2022, 10:37 AM IST

Trending news