પેટ્રોલનો ભાવવધારો સરકારને પણ નડે છે!, હવે વાપરશે ઈલેક્ટ્રિક ગાડીઓ

પેટ્રોલ ડીઝલના વધતા ભાવો જનતાને જ નડે છે એવું નથી. રાજ્ય સરકારને પણ મોટો ફટકો પડ્યો હોય તેવું લાગે છે. રાજ્ય સરકાર આ સમસ્યાના નિવારણ પેટે 1000 ઈલેક્ટ્રીક ગાડીઓ વપરાશમાં લેવાની છે. સાર્વજનિક બાંધકામ વિભાગ અને સામાન્ય વહીવટકર્તા વિભાગ આ ગાડીઓ વાપરવાના છે. કેન્દ્રએ તાજેતરમાં વીજળી પર ચાલી રહેલી કાર માટે એક વ્યૂરચના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના એક ભાગના રૂપે રાજ્ય સરકાર 2018 વર્ષમાં 1000 ઈલેક્ટ્રિક ગાડીઓ વપરાશમાં લેવાની છે.
પેટ્રોલનો ભાવવધારો સરકારને પણ નડે છે!, હવે વાપરશે ઈલેક્ટ્રિક ગાડીઓ

કૃપા પંડ્યા, મુંબઈ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવો જનતાને જ નડે છે એવું નથી. રાજ્ય સરકારને પણ મોટો ફટકો પડ્યો હોય તેવું લાગે છે. રાજ્ય સરકાર આ સમસ્યાના નિવારણ પેટે 1000 ઈલેક્ટ્રીક ગાડીઓ વપરાશમાં લેવાની છે. સાર્વજનિક બાંધકામ વિભાગ અને સામાન્ય વહીવટકર્તા વિભાગ આ ગાડીઓ વાપરવાના છે. કેન્દ્રએ તાજેતરમાં વીજળી પર ચાલી રહેલી કાર માટે એક વ્યૂરચના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના એક ભાગના રૂપે રાજ્ય સરકાર 2018 વર્ષમાં 1000 ઈલેક્ટ્રિક ગાડીઓ વપરાશમાં લેવાની છે.

કેન્દ્ર સરકારના એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ(EESL),  આ સાર્વજનિક કંપની દ્વારા આ તમામ ગાડીઓ રાજ્ય સરકારને ઓછા ભાવે જલ્દી મળશે અને આ માટે  મંત્રાલય અને સરકારની કેટલીક ઈમારતોમાં રિચાર્જ સ્ટેશન પણ ઉભું કરીને આપ્યું છે.

આ મામલે EESLના વિભાગીય વ્યવસ્થાપક દિપક કોકટેના નિવેદન મુજબ 'કેન્દ્ર ઉર્જા મંત્રાલય અંતર્ગત અમે 10,000 ગાડીઓનું ટેન્ડર ભર્યું હતું. તે પછી મેક ઇન ઇન્ડિયા  અંતર્ગત 10,000 ગાડી અમે ડિઝાઇન કરી હતી. જેના પગલે અમે તેલંગણા આંધ્ર પ્રદેશ, દિલ્હી અને હવે મહારાષ્ટ્ર રાજ્ય સાથે એગ્રીમેન્ટ કરીએ છીએ. મહારાષ્ટ્રમાં બે વિભાગ સાથે અમે કરાર કર્યા છે. સાર્વજનિક બાંધકામ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન. જેમાં અમે આ વર્ષે 1000 ગાડીઓનો ઉદેશ રાખ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news