Maharashtra Political Crisis: મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે ઉદ્ધવ ઠાકરે, આજે સાંજ સુધીમાં છોડશે પદ
સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું છે કે આ ઘટનાક્રમથી વિધાનસભા ભંગ તરફ. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વધુમાં વધુ શું થશે, અમારી સરકાર રાજ્યમાં બહુમત ગુમાવશે. અમે સત્તામાં વાપસી કરી શકીએ છીએ, પરંતુ પાર્ટીની છબી સૌથી ઉપર છે.
Trending Photos
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે આજે (બુધવાર) સાંજ સુધીમાં પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતનું ટ્વીટ પણ સામે આવ્યું હતું, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ છોડી દેશે.
ઉદ્ધવ ઠાકરેને કોરોના, વર્ચ્યુઅલ બેઠક શરૂ
મહારાષ્ટ્રમાં ઘટનાક્રમ હવે ઝડપથી બદલાઈ રહ્યો છે. રાજ્યપાલ કોશિયારી બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ કોરોના થઈ ગયો છે. હવે વર્ચ્યુઅલ રીતે કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. અગાઉ કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
#MaharashtraPoliticalCrisis | State cabinet meeting begins. CM Uddhav Thackeray joins via video conferencing: CMO
— ANI (@ANI) June 22, 2022
ભાજપની મહત્વની બેઠક ચાલું
હાલ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની પણ મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન, જયકુમાર રાવલ, આશિષ શેલાર, રાવ સાહેબ દાનવે વગેરે સામેલ છે.
સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું છે કે આ ઘટનાક્રમથી વિધાનસભા ભંગ તરફ. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વધુમાં વધુ શું થશે, અમારી સરકાર રાજ્યમાં બહુમત ગુમાવશે. અમે સત્તામાં વાપસી કરી શકીએ છીએ, પરંતુ પાર્ટીની છબી સૌથી ઉપર છે. જ્યારે, પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટરના બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધું છે, પરંતુ પોતાને 'યુવા સેના પ્રમુખ' તરીકે ગણાવવાનું ચાલુ રાખ્યું છે.
સીએમ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત છે
મુખ્યમંત્રી ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે આ માહિતી આપી હતી. કમલનાથ મુશ્કેલીમાં મુકાયેલી મહારાષ્ટ્ર સરકાર પર બેઠક યોજવા માટે મુંબઈમાં સીએમ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કમલનાથે જણાવ્યું હતું કે સીએમ ઠાકરેને કોરોના થયો છે. હું તેમની મુલાકાત કરી શકીશ નહીં. હું NCP વડા શરદ પવારને મળીશ. ઉદ્ધવ ઠાકરે પહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ કોરોના થયો હતો. તેઓ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ છે.
40થી વધુ ધારાસભ્યો સાથે શિંદે ગુવાહાટીમાં
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને એકનાથ શિંદે સહિત 40થી વધુ ધારાસભ્યો આસામના ગુવાહાટીમાં છે. શિંદે અને આ ધારાસભ્યો બુધવારે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. શિંદેનો દાવો છે કે શિવસેનાના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
એકનાથ શિંદેના સમર્થક અને રાજ્યકક્ષાના મંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડુએ દાવો કર્યો છે કે શિંદેને સમર્થન આપતા ધારાસભ્યોની સંખ્યા વધી રહી છે અને 40ને પાર પણ થઈ શકે છે.
એક ખાનગી મરાઠી ચેનલ સાથે વાત કરતા કડુએ કહ્યું કે શિંદે જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે. તેમણે જણાવ્યું હતું કે શિંદેએ શિવસેના છોડી નથી કે પાર્ટી સામે બળવો કર્યો નથી. તેમણે કહ્યું કે શિંદેએ કહ્યું છે કે 40 ધારાસભ્યો તેમની સાથે છે, જેઓ બુધવારે વહેલી સવારે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે