Maharashtra માં 66,358 નવા કેસ, 895 મૃત્યુ, રાજ્યમાં લંબાવાશે મિની લૉકડાઉન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
Trending Photos
મુંબઈઃ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 66,358 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન 67,752 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 44,100,85 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે 48,700 નવા કેસ સામે આવ્યા હતા અને 524 લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલે સૌથી વધુ 68,631 કેસ સામે આવ્યા હતા.
Maharashtra reports 66,358 new cases, 895 deaths and 67,752 discharges today; case tally rises to 44,100,85 pic.twitter.com/oimeU1IsZS
— ANI (@ANI) April 27, 2021
રાજ્યમાં વધી રહેલા કેસો વચ્ચે રસીકરણ અભિયાન ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. સોમવારે પાંચ લાખથી વધુ કોરોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી, જે અત્યાર સુધી એક દિવસની સૌથી વધુ સંખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ, રાજ્યમાં કોરોના પર બ્રેક લગાવવા માટે રસીકરણના કાર્યક્રમને ગતિ આપવામાં આવી છે.
15 મે સુધી લંબાવાઈ શકે છે લૉકડાઉન
મહારાષ્ટ્રમાં મિની લૉકડાઉન બાદ પણ કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યમાં સતત વધી રહેલા કેસે ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. તેવામાં રાજ્યમાં મિની લૉકડાઉન લંબાવવામાં આવી શકે છે. મંગળવારે ઠાકરે સરકારના કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવારે તેના સંકેત આપ્યા છે. તેમણે પ્રદેશ સરકારને મિની લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવાનું સૂચન આપ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે