વીરતા પુરસ્કારઃ મેજય આદિત્ય અને શહીદ ઔરંગઝેબને અપાશે શૌર્ય ચક્ર
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ઈદની ઉજવણી કરવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરના રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઔરંગઝેબને અને મેજય આદિત્ય કુમારને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે આ વર્ષે કુલ 942 પોલીસ મેડલ પણ આપવામાં આવશે. સીઆરપીએફના પાંચ જવાનોને શૌર્ય ચક્ર મળશે.
કાશ્મીરમાં શહીદ થયેલા સીઆરપીએફના બે જવાનો-કોન્સ્ટેબલ શરીફુદ્દીન અને હેડ કોન્સ્ટેબલ મો. તફૈલને વીરતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવશે. CRPFના 89 જવાનોને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. વીરતા માટે 177 પોલીસ મેડલ આપવામાં આવશે. સૌથી વધુ 37 મેડલ જમ્મૂ-કાશ્મીરને આપવામાં આવશે.
આતંકીઓએ કરી હતી ઔરંગઝેબની હત્યા
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ઈદની ઉજવણી કરવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી. તેઓ 44 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત હતા. તેઓ રાજૌરી જિલ્લામાં રહેતા હતા. તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ચાર-પાંચ આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી. બંદૂકની ગોળીઓથી વિંધેલો તેમનો મૃતદેહ મળ્યો હતો.
મેજર આદિત્ન શૌર્ય ચક્ર
10 ગઢવાલ રાઇફલ્સના મેજય આદિત્ય કુમારને શોર્ય ચક્ર આપવામાં આવશે. તેઓ શોપિયાંમાં થયેલા ફાયરિંગ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ નાગરિકોના મોત થયા હતા. ત્યારબાદ જમ્મૂ-કાશ્મીર પોલીસે મેજર અને તેમના યૂનિટને આરોપી ગણાવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આદિત્ય વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે