આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો MBA સ્ટૂડન્ટ, ઝડપાઈ ગયો તો વાસણ સાફ કરાવ્યા

Punishment In Wedding: લગ્ન સમારોહમાં ક્યારેક વિચિત્ર ઘટનાઓ જોવા મળી છે. એક વિદ્યાર્થી આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તે ઝડપાઈ ગયો તો તેની ખાસ સજા આપવામાં આવી. 

આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો MBA સ્ટૂડન્ટ, ઝડપાઈ ગયો તો વાસણ સાફ કરાવ્યા

ભોપાલઃ MBA Student Without Invitation: લગ્નના મંડપ કે પછી મંચ પર તમામ એવી ઘટનાઓ સામે આવી ચુકી છે અને સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓ ખુબ વાયરલ થઈ છે. આ કડીમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. થયું એવું કે એક એમબીએ વિદ્યાર્થી આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો. ત્યારબાદ જે થયું તેનો અંદાજ તેણે પણ લગાવ્યો હશે નહીં. 

શંકા ગઈ તો તેનો પરિચય પૂછ્યો
હકીકતમાં આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ શેર થયો છે. પરંતુ વીડિયો શેર થયા બાદ લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે કે કોઈના આ પ્રકારનો વીડિયો વાયરલ કરવો વ્યાજબી નથી. તેમાં એવું થયું કે એક મેરેજ હોલમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ વચ્ચે એક યુવક પર લોકોને શંકા ગઈ અને તેનો પરિચય પૂછી લેવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ પંજાબમાં CM હાઉસની બહાર મજૂરો અને ખેડૂતોનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

ખબર પડી કે તે આમંત્રણ વગર પહોંચી ગયો
યુવક જણાવી શક્યો નહીં અને ઝડપાઈ ગયો. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીએ કહ્યુ કે તે જબલપુરનો રહેવાસી છે અને ભોપાલમાં ખાનગી કોલેજમાં એમબીઓનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. જ્યારે ખબર પડી કે તે આમંત્રણ વગર પહોંચી ગયો તો તેને તે જગ્યાએ લઈ જવામાં આવ્યો જ્યાં વાસણ સાફ થઈ રહ્યાં હતા. તેને સજા આપવાના ભાગ રૂપે વાસણ સાફ કરાવવામાં આવ્યા હતા. 

કેટલાક લોકોએ નોંધાવ્યો વિરોધ
વાસણ સાફ કરવા સમયે તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. વીડિયો બનાવનાર આ દરમિયાન યુવક પાસે તેનો અભ્યાસ, કામ અને ક્યાં રહે છે તે જાણકારી લેવામાં આવી રહી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ જરૂર થયો છે પરંતુ કેટલાક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો તો કેટલાક લોકોએ કહ્યું કે, તેને બરોબર સજા આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io