Sri Lanka Cricket : શ્રીલંકા ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. બોર્ડની અંદર ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ચેરમેન શમ્મી સિલ્વાએ રાજીનામું આપી દીધું છે. આ પગલું જરૂરી હતું, કારણ કે દેશના રાષ્ટ્રપતિએ શ્રીલંકા ક્રિકેટમાં ફેરફારો પર ભાર મૂક્યો હતો.
Highest Strike Rate : T20 ક્રિકેટમાં એક વખત એક બેટ્સમેને એવી વિનાશક ઇનિંગ રમી કે વિરોધી બોલરો દયાની ભીખ માંગતા જોવા મળ્યા હતા. T20 ક્રિકેટની એક ઇનિંગમાં 533.33ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવી લગભગ અશક્ય છે. જોકે, દુનિયામાં એક એવો બેટ્સમેન છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
Sri Lanka Head Coach : શ્રીલંકાના નવા હેડ કોચની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ કપ ટાઇટલ અપાવનાર ગેરી કર્સ્ટનની શ્રીલંકાના નવા હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
T20 World Cup Semifinal Venue : જો પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો તે 4 માર્ચે કોલંબોમાં રમશે, પરંતુ જો શ્રીલંકા ક્વોલિફાય થાય છે અને ભારત સામે તેની મેચ નહીં હોય તો તે પણ કોલંબોમાં તેની સેમિફાઇનલ રમશે.
ICC T20 WC 2026: કેનેડિયન ક્રિકેટ ટીમે અમેરિકા ક્વોલિફાયરમાં બહામાસને હરાવીને પહેલીવાર ICC T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. હવે કેનેડિયન ટીમ ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2026 માં જોવા મળશે.
Cricket News : સિલેક્ટર્સે ચોંકાવનારો નિર્ણય લઈને મોટી જાહેરાત કરી છે. 6 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં એક ખતરનાક ક્રિકેટરની એન્ટ્રી થઈ છે. આ ક્રિકેટરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2019માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.
પીએમ મોદી હાલ શ્રીલંકાના પ્રવાસે છે. અહીં તેમનું મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માન કરાયું. પીએમ મોદીએ કહ્યું કે આ સન્માન તમામ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે.
Asian Legends League : ઉદયપુરમાં એશિયન લિજેન્ડ્સ લીગની એલિમિનેટર મેચ શ્રીલંકા લાયન્સ અને અફઘાનિસ્તાન પઠાણ વચ્ચે રમાઈ હતી, આ મેચ આ દિગ્ગજ ઓલરાઉન્ડરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.
નેશનલ પીપલ્સ પાવર એલાયન્સના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થયું હતું અને આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિસનાયકે લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે અને દેશના લોકપ્રિય નેતા છે.
વિસ્ફોટક બેટિંગ સામે વિરોધી ટીમના બોલરો દયાની જાણે ભીખ માંગતા જોવા મળતા હતા. તેમની ક્રિકેટ કરિયર જેટલી શાનદાર રહી એટલી જ તેમની પર્સનલ લાઈફ ખુબ વિવાદમાં રહી. તેમણે તેમની ત્રીજી પત્ની મલિકા સિરિસેના જોડે બદલો લેવા માટે તેમની આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવી હતી.
ક્રિકેટ જગતમાં અનેક અવનવા રેકોર્ડ નોંધાતા હોય છે. ત્યારે આવો જ એક અજીબો ગરીબ રેકોર્ડ દુનિયાના ત્રણ બોલરોના નામે નોંધાયેલો છે. જેમાં અમ્પાયરની ભૂલના કારણે બોલરને થઈ ગયો હતો મોટો ફાયદો...તેથી આને ક્રિકેટનો સૌથી અનોખો રેકોર્ડ પણ ગણાવામાં આવે છે. આ રેકોર્ડની વાત કરીએ તો...દુનિયાના માત્ર આ 3 બોલરો એવા છે જેમણે ઈન્ટરનેશનલમાં ક્રિકેટ મેચમાં લાખો દર્શકો, ઢગલો કેમેરા અને અમ્પાયરોની સાથે 6 ના બદલે નાખી હતી 5 બોલની 1 ઓવર...જોકે, તે સમયે કોઈને નહોંતી પડી આ વાતની ખબર...
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં ભારતે 3-0થી મેચ જીતી લીધી. અંતિમ મેચ ખુબ જ રસપ્રદ રહી. જે ભારતના ફાળે ગઈ. આ મચમાં કઈક એવું થયું કે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી જોવા મળ્યું નથી. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચમત્કાર કરી દીધો હોય તેવું લાગ્યું. વાત જાણે એમ છે કે આવું પહેલીવાર બન્યું જ્યારે ભારતે 50 રનની અંદર 5 વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટી20 મેચ જીતી કે ટાઈ કરી હોય. ભારતે આ મુકાબલો સુપર ઓવરમાં જીત્યો.
ભારતે શ્રીલંકાને ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં હરાવીને ત્રણ મેચની આ ટી20 સિરીઝ ક્લીન સ્વીપ કરી નાખી છે. છેલ્લી મેચમાં હારની સાથે જ 2014માં ટી20 વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમના નામે આ ફોર્મેટમાં ખુબ જ શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા યજમાન ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ મોટો ખુલાસો કર્યો છે.
વર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં. જાણો ક્યાં યોજાઈ શકે છે ભારતની મેચો?
T20 WORLD CUP 2024: એકપણ મેચ જીત્યા વિના ઘરે પરત ફરી આ 4 ટીમો. પાકિસ્તાનનો પણ બુરો થયો હાલ. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે (સુપર-8). આ રાઉન્ડ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે, જેમાંથી ટોપ-4 (સેમી-ફાઈનલ)માં પહોંચવા માટે લડાઈ થશે. 20 ટીમો વચ્ચે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ચાર ટીમોનું નસીબ એટલું ખરાબ હતું કે તેઓ એકપણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આવો અમે તમને તે ટીમો વિશે જણાવીએ જેમના માટે આ ટૂર્નામેન્ટ દુઃસ્વપ્ન સમાન હતી.
BREAKING:Terrorists nabbed from A'bad Airport; Gujarat ATS team to visit Sri Lanka for further probe
લોકસભા ચૂંટણીમાં 400 પારના ભાજપના લક્ષ્યાંકમાં તમિલનાડુનું જે ગણિત છે તે પાર્ટી સામે જે મોટા પડકારો છે તેમાંનો એક ગણી શકાય. હાલ ભાજપ કચ્ચાતિવુ ટાપુને લઈને ખુબ આક્રમક તેવરમાં જોવા મળી રહ્યો છે. લાગે છે કે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં છવાયેલો રહેશે.
SL vs AFG 1st ODI 2024: પ્રથમ વનડે મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પલ્લેકેલેમાં રમાઈ હતી. આ મેચમાં કુલ 720 રન બન્યા છે. અલબત્ત, અફઘાનિસ્તાનની ટીમ હાઈ સ્કોરિંગ મેચમાં હારી ગઈ હતી પરંતુ તેના બેટ્સમેન ઓમરઝાઈ અને નબીએ ઈતિહાસ રચ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ અને મોહમ્મદ નબીએ છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ 242 રન જોડ્યા હતા.
કોવિડ-19 મહામારી સમાપ્ત થયા બાદ દેશ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ કડીમાં ભારતીયોને મનગમતા એવા આ દેશેએક મોટી જાહેરાત કરી છે.તે 1 ડિસેમ્બરથી ભારતના પ્રવાસીઓને 30 દિવસ માટે વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપશે.
સૌથી પહેલા આપણે શ્રીલંકાને લઈને એવા સમાચાર સાંભળ્યા હતા કે આ દેશ પર્યટકોને ફ્રી વિઝા આપે છે. પછી થાઈલેન્ડે પણ આ શુભ સમાચાર આપ્યા હતા. થાઈલેન્ડમાં પણ તમે મે 2024 સુધી ફ્રી વિઝા સાથે હરી ફરી શકો છો. પરંતુ હવે વધુ એક દેશ આ યાદીમાં આવી ગયો છે. આ એવો દેશ છે જે ભારતીયો માટે ખાસ કરીને ગુજરાતીઓ માટે અને કપલ માટે હોટ ફેવરિટ દેશ હાલ બન્યો છે.
શ્રીલંકાની સરકારે પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા દ્વારા કરાયેલી હસ્યાસ્પદ ટિપ્પણી પર એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ તથા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ જય શાહની ઔપચારિક રીતે માફી માંગી છે.