સીબીએસઈ

CBSE પરિણામ : વગર ટ્યુશને મહેનત કરીને આ અમદાવાદી વિદ્યાર્થીએ 98.33% મેળવ્યા

CBSE એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે ધોરણ 12નું પરિણામ 88.78 ટકા નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.38 ટકા વધારે છે. ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લા 3 કે 4 વિષયની પરીક્ષા બાકી રહી હતી, જો કે વિદ્યાર્થીઓની અંતિમ પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે પછી આ પરિણામની જાહેરાત થઈ છે. જેમાં અમદાવાદના બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા જીનય ડગલી નામના વિદ્યાર્થીએ 98.33% મેળવ્યા છે. 

Jul 15, 2020, 04:37 PM IST

CBSE ધોરણ-10ના પરિણામમાં ગુજરાતની આ વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો

સીબીએસઇ બોર્ડ ધો. 10નું 2020 (CBSE 10th Result 2020) રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થી રિઝલ્ટને ડાયરેક્ટ લિંકથી તેમનું પરિણામ જોઇ શકે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સીબીએસઈના પરિણામમાં કાઠું કાઢ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સારા પર્સન્ટેજ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આવા જ કેટલાક વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ.

Jul 15, 2020, 03:28 PM IST

કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE ધોરણ-10માં મેળવ્યા 91%

રાજકોટમાં કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE બોર્ડમાં 91% મેળવ્યા છે. સૌથી કઠીન વિષય મેથ્સમાં પ્રાપ્ત 100 માંથી 100 માર્ક્સ લાવીને માતાપિતાનું નામ રોશન કર્યું છે. CBSE દ્વારા ધોરણ-10નાં પરિણામો જાહેર કરાયા છે. જેમાં રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી કોરોના વોરિયર માતા-પિતાની દિકરીએ 91% મેળવ્યા છે. એટલું જ નહીં સાથે સાથે સૌથી કઠિન મેથ્સ વિષયમાં એકપણ માર્ક્સ ગુમાવ્યાં વગર 100 માંથી 100 માર્ક્સ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

Jul 15, 2020, 02:55 PM IST

CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

સીબીએસઇ બોર્ડ ધો. 10નું 2020 (CBSE 10th Result 2020) રિઝલ્ટ નવા નિયમો અનુસાર આજે એટલે કે, 15 જુલાઇના જાહેર થયું છે. સીબીએસઇ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડના સત્તાવાર રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર કરવામાં આવ્યું છે.

Jul 15, 2020, 01:10 PM IST

CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી

કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 

Jul 9, 2020, 09:29 AM IST

CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો

કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jul 7, 2020, 06:29 PM IST

CBSEની ધોરણ-10ની પરીક્ષા રદ્દ, 12માં ધોરણના વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ

CBSE 10th 12th exam cancelled: સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ વિશે માહિતી આપી છે. 

Jun 25, 2020, 03:15 PM IST

CBSEની મોટી જાહેરાત, Lockdown દરમિયાન પોતાના હોમ ટાઉનમાં આપી શકે છે પરીક્ષા

કોવિડ-19ને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલું લોકડાઉન દરમિયાન જે બાળકો પોતાના વતન અથવા અન્ય પ્રદેશમાં જતા રહ્યાં છે, તેમને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે, સીબીએસઈ તેમની 10માં અને 12માં ધોરણની પરીક્ષા તેમના જિલ્લામાં કરાવવાનો પ્રયાસ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી. નિશંકે કહ્યું, કોવિડ-19 સંકટના કારણે હજારો બાળકો તેમના ગૃહ પ્રદેશમાં જતા રહ્યાં હતા. આવી સ્થિતિમાં બોર્ડ પરિક્ષાઓમાં સામેલ થવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનામાં રાખી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ આ નિર્ણય કર્યો છે કે, આવા વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા તેમના ગૃહ જિલ્લામાં આપી શકે છે.

May 27, 2020, 08:27 PM IST

10th-12th Board Exam: સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે તૈયાર થઈ નવી પોલિસી, જાણો શું છે ફેરફાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉનના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડ (10th - 12th Board Exam)ની કેટલીક પરીક્ષાઓ રદ થઈ હતી. હવે સરકારે બાકી પરીક્ષા ફરીથી આયોજીત કરવા માટે ડેટશીટ જાહેર કરી છે. પરંતુ આ વખત ખાસ વાત એ છે કે, સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગને ખાસ ધ્યાનમાં રાખ્યું છે. અમે જણાવી રહ્યાં છે કે, શું મોટા ફેરફાર આ વખતે તમને જોવા મળશે.

May 25, 2020, 03:50 PM IST

લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી

કોરોના વાયરસ કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં ગુજરાત સરકાર દ્વારા કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે. છે. આ મુજબ, શાળાઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રૂપિયાનો ફી વધારો કરી શકશે નહિ આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ફી ભરવાની જગ્યાએ માસિક ફી પણ ભરી શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય પણ કર્યો છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ની DPS બોપલ સ્કૂલ દ્વારા વર્ષ 2020 - 21 ની આડકતરી રીતે ફી માગવામાં આવી છે. 

Apr 18, 2020, 08:04 AM IST

કોરોના વાયરસ: CBSEના ધોરણ-1થી લઇને 8 સુધીના તમામ બળકોને પ્રમોશન

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બુધવારના કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા દેશમાં કોરોના વાયરસથી ઉદભવેલી સ્થિતિના કારણે ધોરણ-1થી 8 સુધીના તમામ છાત્ર-છાત્રાઓને પ્રમોશન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ એક ટ્વિટમાં કહ્યું. "કોરોના વાયરસના કારણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સીબીએસઈના ધોરણ-1થી 8 સુધીના બાળકોને આગામી ધોરણમાં પ્રમોશન કરવાની સલાહ આપી છે."

Apr 1, 2020, 09:49 PM IST

CBSE: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર, વધુ વિગતો માટે વાંચો અહેવાલ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડના જણાવ્યાં મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 20 માર્ચે પૂરી થશે અને ધોરણ 12ની પરીક્ષા 30 માર્ચના રોજ પૂરી થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે cbse.nic.in વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે.  

Dec 18, 2019, 12:05 PM IST

DPS East વિવાદ : સ્કૂલના વાલીઓ વચ્ચે નવા સત્ર માટે પડ્યા બે ફાંટા

DPS ઇસ્ટ સ્કૂલને નવું શૈક્ષણિક સત્ર ચલાવવા મંજુરી મળે તે ઉદ્દેશથી કેટલાક વાલીઓની રવિવારે બેઠક યોજાઈ હતી. જોકે, આ મામલે સ્કુલના જ વાલીઓમાં ભાગલા પડી ચુક્યા છે, તેવું આજની મિટીંગ પછી સ્પષ્ટ જોવા મળ્યું હતું. વાલીઓનું એક ગ્રુપ નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા તૈયાર થયું છે, જે બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. જ્યારે બીજું ગ્રુપ DPS ઈસ્ટ ચાલુ રહે તે માટે સક્રિય બન્યું છે. 
 

Dec 15, 2019, 11:35 PM IST

DPS ઈસ્ટ વિવાદઃ હવે રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજોની થશે ચકાસણી

ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા તંત્રને તેમના ત્યાં ચાલતી CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક સંપૂર્ણ ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આ સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે.
 

Dec 15, 2019, 06:00 PM IST
Fake Certificate Obtained From CBSE To Get NOC In DPS Scandal PT3M14S

DPSનું વધુ એક કૌભાંડ: CBSE પાસેથી NOC મેળવવા બનાવ્યું નકલી સર્ટિફિકેટ

અમદાવાદ DPS હીરાપુરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. DPS સ્કૂલે CBSE પાસેથી NOC મેળવવા DPS સ્કૂલે ફર્જી સર્ટીફીકેટ બનાવ્યું હતું. ફર્જી સર્ટીફીકેટ પર DPS સ્કુલના પૂર્વ આચાર્ય અનીતા દુવાએ હસ્તાક્ષર કર્યા હતા. CBSEએ સ્કૂલને માન્યતા આપવા માટે બનાવેલી ટીમને ફર્જી સર્ટીફીકેટ બતાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પરવાનગી માટે સરકારના પત્ર MSB-1210 - 1965 - CHH ને સંદર્ભ NOC બનાવીને લીધી હતી.

Dec 10, 2019, 11:10 AM IST

CBSE Class 10th Result 2019: જામનગરના આર્યન સહિત 13 વિદ્યાર્થીઓના 500માંથી 499 માર્ક્સ

સીબીએસઈના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓ ટોપર બન્યાં છે. આ 13 વિદ્યાર્થીઓમાં ગુજરાતના જામનગરનો આર્યન ઝા પણ સામેલ છે.

May 6, 2019, 05:40 PM IST

CBSE 12th Result 2019 : ધોરણ 12ના પરિણામ જાહેર, 'આ' રીતે મેળવો રિઝલ્ટ

CBSE Class 12th Results 2019, સીબીએસઈ બોર્ડ તરફથી ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવાયા છે.

May 2, 2019, 01:04 PM IST

બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ

ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 4 એપ્રિલે યોજાશે. 30 માર્ચે CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફા કરવામાં આવ્યો છે. 

Jan 10, 2019, 03:33 PM IST

CBSEના વિદ્યાર્થીઓ ખાસ વાંચો અહેવાલ, બદલાયો 'આ' નિયમ, નહીં જાણો તો પસ્તાશો

2019માં તમે જો સીબીએસઈની કોઈ બોર્ડ પરિક્ષા આપવાના છો તો તમારા માટે આ જરૂર જાણવા જેવા સમાચાર છે.

Aug 19, 2018, 02:35 PM IST

CBSE Result 2018 : 12માનું પરિણામ જાહેર, ગાઝિયાબાદની મેઘના બની ટોપર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ પરિણામ જાહેર કરી દીધું છે 

May 26, 2018, 01:11 PM IST