રાહુલ ગાંધી કેમ PM મોદીનો કરે છે પ્રખર વિરોધ? ખાસ જાણો તેમણે શું આપ્યું કારણ
મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અહીં એક જનસભા સંબોધી હતી.
Trending Photos
સબલગઢ: મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અહીં એક જનસભા સંબોધી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે "કોઈએ ગઈ કાલે ભાષણમાં કહ્યું કે રાહુલ ગાધી, નરેન્દ્ર મોદી સામે ઊભા છે, વિરોધ કરે છે. તો મેં કહ્યું કે જુઓ હું નરેન્દ્ર મોદીજીનો ખાલી વિરોધ નથી કરતો, તેની પાછળ કારણ છે."
તેમણે આગળ કહ્યું કે "જે દિવસે નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની મદદ કરવાની શરૂ કરી દીધી, જે દિવસે મોદીજી નાના દુકાનદાર, મજૂરો અને ગરીબોની મદદ કરવાની શરૂ કરી દેશે, જે દિવસે નરેન્દ્ર મોદીજીએ દેશના ભાગલા પાડવાનું બંધ કર્યું, તે દિવસે નરેન્દ્ર મોદીનો હું વિરોધ નહીં કરું."
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે "જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનના સૌથી અમીર 15-20 લોકો માટે કામ કરશે, જ્યાં સુધી તેઓ ન્યાયની વાત નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે, મજૂરોની સાથે નહીં ઊભા રહે તો હિન્દુસ્તાન ભલે ગમે તે કહે, રાહુલ ગાંધી તેમની સામે વિરોધ કરતા જોવા મળશે. કારણ કે હું સમજુ છુ કે તમે લોકોએ આ દેશને અહીં સુધી પહોંચાડ્યો છે."
પૂર્વજોનું થયું અપમાન
તેમણે આરોપ લગાવ્યો કે તેમના વડાપ્રધાન બન્યા પહેલા દેશમાં 70 વર્ષથી કોઈ કામ થયું નથી તેમ કહીને વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલા પોતાના ભાષણમાં દેશના પૂર્વજોનું અપમાન કર્યુ છે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ કહે છે કે અમેરિકા સાથે ફક્ત ભારત અને ચીન મુકાબલો કરી શકે છે. 70 વર્ષ પહેલા આ દેશ ભૂખ્યો હતો, ત્યારે આ શહેર, રેલવે લાઈન, વિમાનો અને ઊદ્યોગો ન હતાં. પીએમ મોદીએ કહ્યું કે 70 વર્ષથી સુધી કઈ થયું નથી."
તેમણે કહ્યું કે "કોંગ્રેસ પાર્ટીએ દેશની જનતા સાથે ઊભા રહીને કામ કર્યું. પરંતુ જ્યારે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી કહે છે કે મારા આવ્યા પહેલા હાથી સૂઈ રહ્યો હતો, મારા આવ્યાં પહેલા આ મહાન દેશ સૂઈ રહ્યો હતો તો તેઓ કોંગ્રેસ પાર્ટીનું અપમાન નથી કરતા પરંતુ માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાનીનું અપમાન કરે છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે ભલે ગમે તે હોય, ભલે દેશના વડાપ્રધાન હોય કે પછી અન્ય ગમે તે. હું તે વ્યક્તિને મારા દેશનું અપમાન કરવા દઈશ નહીં અને હું તેની વિરુદ્ધ ઊભેલો જોવા મળીશ. કારણ કે અહીં સુધી પહોંચાડવાનું કામ તમે કર્યું છે. પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે "યાદ કરો, બે વર્ષ પહેલા નરેન્દ્ર મોદીજીએ નોટબંધી કરી. બેંક સામે કોણ ઊભા હતાં- અમે, તમે, સમગ્ર હિન્દુસ્તાન બેંક સામે ઊભુ હતું. હું તમને પૂછવા માંગુ છુ કે લાઈનમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, અનિલ અંબાણી કે લલિત મોદી જોવા મળ્યાં? ન જોવા મળ્યાં."
રાહુલ ગાંધીએ કહ્યું કે "આ લોકો બેંક પાછળ પોતાનું કાળું નાણું સફેદ કરી રહ્યાં હતાં. નરેન્દ્ર મોદીજીએ અને ભાજપના લોકોએ હિંદુસ્તાનના બધા ચોરોનું કાળુ નાણું સફેદ કરી નાખ્યું. તમને કહ્યું કે કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડવાની છે. ભાઈઓ અને બહેનો, લાઈનમાં ઊભા રહી જાઓ અને તેમને કહ્યું કે ચલો તૈયાર થઈ જાઓ, તમારું કાળું નાણું સફેદ કરો."
(ઈનપુટ એજન્સીમાંથી પણ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે