મધ્ય પ્રદેશ

લોકડાઉન દરમિયાન પોલીસની મારથી બચવા લોકો અપનાવે અનોખી રીત, જુઓ તસવીરો

વૈશ્વિક સતર પર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નું સંકટ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ મોતનું એવું તાંડવ મચાવ્યું છે કે તેની ચપેટમાં આવીને લગભગ 60 હજાર લોકો દમ તોડી ચૂક્યા છે.

Apr 5, 2020, 07:48 PM IST

ઈન્દોરઃ જે વિસ્તારમાં થયો હતો ડોક્ટરોની ટીમ પર હુમલો, ત્યાં નિકળ્યા 10 પોઝિટિવ કેસ

ડોક્ટરોની એક ટીમ પર આ જગ્યાએ હુમલો થયો હતો. ડોક્ટરોએ ભાગીને ત્યાંથી જીવ બચાવ્યો હતો. બે ડોક્ટરોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે બેકાબૂ ટોળુ તેમની પાછળ પડી ગયું હતું. 

Apr 5, 2020, 12:25 PM IST

ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર

મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું

Mar 27, 2020, 09:53 PM IST

ચોથીવાર મધ્ય પ્રદેશના CM બનશે શિવરાજ સિંહ ચૌહાણ, આજે સાંજે લઇ શકે છે શપથ

મધ્ય પ્રદેશમાં સૂત્રોના હવાલેથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લઇ શકે છે. તે ચોથીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે. સૂત્રોનું માનીએ તો રાજભવનમાં આજે સાંજે શિવરાજ સિંહ ચૌહાણનો શપથ ગ્રહણ થઇ શકે છે.

Mar 23, 2020, 02:31 PM IST

કમલનાથે રાજીનામું આપતા પહેલા શિવરાજને ફોન કરીને કહ્યાં હતાં આ ખાસ શબ્દો, જાણો કેમ?

સત્તા માટે એક બીજાના જીવના દુશ્મન દેખાતા નેતાઓ સંબંધોને લઈને ખુબ સચેત હોય છે એ કમલનાથે સાબિત કરી દીધુ. જ્યારે કમલનાથ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યાં હતાં ત્યારે તે પહેલા તેમણે ફક્ત સોનિયા ગાંધી, અને કોંગ્રેસના નેતાઓને જ આ જાણકારી નહતી આપી પરંતુ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. પરંતુ કમલનાથે આમ કેમ કર્યું તે સમજવા માટે તમારે ડિસેમ્બર 2018ની એક ઘટના જાણવા ફ્લેશબેકમાં જવુ પડશે. 

Mar 21, 2020, 08:04 AM IST

Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત

મધ્ય પ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે, જેના પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી કમલનાખ રાજીનામુ આપશે. પરંતુ આ પહેલા તેમણે પોતાના ઘરે તમામ કોંગ્રેસા ધારાસભ્યોને બોલાવ્યા હતા. તેમજ એ બાબતના પણ સંકેત મળ્યા કે, શું કમલનાથની સાથે તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપશે. આ મામલે કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું. 

Mar 20, 2020, 12:27 PM IST

MPમાં કમલનાથના માથે મોટું સંકટ, ફ્લોર ટેસ્ટ પહેલા કરી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત

સુપ્રિમ કોર્ટે કમલનાથ સરકાર (Kamal Nath) ને મધ્ય પ્રદેશ વિધાનસભામાં આજે 20 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ (Madhya Pradesh Floor Test) કરવાનો આદેશ આપ્યો છે. તેના બાદ કોંગ્રેસ (Congress) અને ભાજપાએ પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરી દીધા છે. ભાજપા ધારાસભ્ય દળના મુખ્ય નેતા નરોત્તમ મિશ્રાએ ભાજપાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને શુક્રવારે કમલનાથ સરકાર વિરુદ્ધ મત આપવાનું કહ્યું છે.

Mar 20, 2020, 10:31 AM IST

બેંગ્લુરુ: MPના બળવાખોર ધારાસભ્યોએ કહ્યું- કોંગ્રેસના કોઈ નેતાને અમારે મળવું નથી

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે રાજ્યપાલના નિર્દેશ છતાં ફ્લોર ટેસ્ટ કરાવ્યો નથી. જેના પર ભાજપ તરફથી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ કોર્ટે મંગળવારે તેની સુનાવણી આજ પર ટાળી અને હજુ આજે સુનાવણી ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ દોહરાવ્યું છે કે તેમને જીવનું કોઈ જોખમ નથી. 

Mar 18, 2020, 02:16 PM IST

બેંગ્લુરુમાં વહેલી સવારે રાજકીય ડ્રામા, બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહની ધરપકડ

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. જેમને મળવા માટે જ્યારે તેઓ સવારે હોટલની બહાર પહોંચ્યા તો કથિત રીતે પોલીસે તેમને રોક્યાં. જેના પગલે તેઓ હોટલની પાસે જ ધરણા પર બેસી ગયા. 

Mar 18, 2020, 08:35 AM IST

MPમાં ફ્લોર ટેસ્ટ કરાવવા મામલે સુપ્રીમે કમલનાથ સરકાર અને સ્પીકરને ફટકારી નોટિસ

મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ માટે ભાજપે લાગે છે કે હજુ થોડી રાહ જોવી પડશે. ભાજપની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે.

Mar 17, 2020, 12:03 PM IST

MP સંકટ: બળવાખોર ધારાસભ્યોએ CM કમલનાથ પર ઉઠાવ્યાં સવાલ, ઈમરતી દેવીએ કહ્યું- 'સિંધિયા અમારા નેતા'

મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ આજે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી.

Mar 17, 2020, 11:10 AM IST

MPમાં સોમવારે ફ્લોર ટેસ્ટ, ચિંતાતૂર CM કમલનાથે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી 'આ' માગણી કરી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ કથિત રીતે બેંગ્લુરુ અને અન્ય શહેરોમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 22 ધારાસભ્યોની 'મુક્તિ' સુનિશ્ચિત કરે. જેથી કરીને તેઓ વિધાનસભાના સત્રમાં સામેલ થઈ શકે. આ બધા વચ્ચે રાજ્યપાલે એવો પણ આદેશ આપ્યો છે કે મધ્ય પ્રદેશમાં સરકાર 16મી માર્ચે બહુમત સાબિત કરે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટનો આદેશ અપાયો છે. 

Mar 15, 2020, 08:00 AM IST

મધ્ય પ્રદેશઃ રાજ્યપાલને મળ્યા શિવરાજ સિંહ, 16 માર્ચ પહેલા ફ્લોર ટેસ્ટની માગ

રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજ સિંહે કહ્યું, '22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 16 માર્ચે બજેટ સત્ર શરૂ થતાં પહેલા સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જરૂરી છે.
 

Mar 14, 2020, 07:03 PM IST

કમલનાથે કહ્યું-'MPના રાજકારણમાં છે કોરોના વાઈરસ', ભાજપ પર લગાવ્યાં ગંભીર આરોપ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 3 પાનાનું ફરિયાદ પત્ર સોંપ્યું. પોતાના આ પત્રમાં મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર હોર્સ ટ્રેડિંગની કોશિશ કરવાના અને 22 ધારાસભ્યોને બંધક રાખવાના આરોપ લગાવ્યાં છે. કમલનાથે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે હસ્તક્ષેપ કરીને ધારાસભ્યોને ભાજપના કબ્જામાંથી મુક્ત કરાવવાની માગણી કરી છે. 

Mar 13, 2020, 12:57 PM IST

કોંગ્રેસમાં આખરે કોણ કરી રહ્યું છે રાહુલ ગાંધી જૂથને સફાચટ? જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે આ નેતાનો વારો!

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખરેખર દુ:ખી જણાતા હતાં. તેમની આખી બોડી લેન્ગ્વેજમાં નિરાશા છલકી રહી હતી. તેમણે પોતાની મિત્રતા અને વિચારધારાની દુહાઈ આપતા સિંધિયાને શ્રાપ પણ આપી દીધો કે તેમને ભાજપમાં ક્યારેય સન્માન નહીં મળે. 

Mar 13, 2020, 08:15 AM IST

કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ હવે રાજસ્થાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે ખટાશના અહેવાલો આવી રહ્યાં છે. આ જ કારણે હવે સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ સચિન પાઈલટ પર બધાની નજર ટકેલી છે. 

Mar 13, 2020, 07:20 AM IST

સિંધિયાને હું કોલેજના જમાનાથી જાણું છું, તે પોતાના રાજકીય ભવિષ્યને લઈને ડર્યાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે- એક તરફ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, બીજી તરફ ભાજપ અને આરએસએસની વિચારધારા છે. જ્યોતિરાદિત્ય ડરી ગયા. તેમણે પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી લીધી છે અને ભાજપમાં જોડાયા છે. 

Mar 12, 2020, 06:11 PM IST
EDITOR'S POINT: Jyotiraditya Scindia Joins BJP PT24M42S

EDITOR'S POINT: જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપમાં પ્રવેશ

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે કોંગ્રસમાંથી રાજીનામું આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે... જ્યોતિરાદિત્યની એન્ટ્રીની સાથે જ હવે આખો સિંધિયા પરિવાર ભાજપમાં આવી ગયો છે... જ્યોતિરાદિત્યના દાદી વિજયા રાજે સિંધિયા આ પાર્ટીમાં હતા... જ્યારે તેમના બંને ફોઈ યશોધરા રાજે અને વસુંધરા રાજે પણ ભાજપમાં છે.... ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાઈને દાદી વિજયારાજેનું સપનું પૂરું કર્યું...

Mar 11, 2020, 10:15 PM IST

સચિન પાયલોટ બોલ્યા- જ્યોતિરાદિત્યનું જવું દુર્ભાગ્યપૂર્ણ, ઉકેલી શકાતા હતા વિવાદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભાજપમાં સામેલ થવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીની અંદર વિવાદો ઉકેલી શકાતા હતા. 

Mar 11, 2020, 09:49 PM IST

ભાજપમાં જોડાવાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી રાજ્યસભાની ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. 

Mar 11, 2020, 05:55 PM IST