દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પાવર કટોકટી ઘેરી બની, કોલસાના અભાવે 13 યુનિટ બંધ
MSEDCL એ માંગ અને પુરવઠાને સંતુલિત કરવા માટે સવારે 6 થી 10 અને સાંજે 6 થી 10 વાગ્યા સુધી વીજળીનો વપરાશ ઘટાડવા ગ્રાહકોને અપીલ કરી છે.
Trending Photos
મુંબઈઃ કોલસાની કમી (Coal Crisis) ને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) એ વીજળીની આપૂર્તિ કરનાર વીજળી કેન્દ્રોના કુલ 13 યુનિટને રવિવારે બંધ કરવા પડ્યા છે. તેના કારણે રાજ્યમાં 3300 મેગાવોટ વીજળીની આપૂર્તિ બંધ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ગ્રાહકોને ઓછી વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ
MSEDCL એ ગ્રાહકોને ડિમાન્ડ અને સપ્લાયને સંતુલિત કરવા માટે સવારે 6થી 10 અને સાંજે 6થી રાત્રે 10 કલાક સુધી વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ચંદ્રપુર, ભુસાવલ અને નાસિકની 210-210 મેગાવોટ, પારસ 250 મેગાવોટ અને ભુસાવલ અને ચંદ્રપુરના 500 મેગાવોટના એકમોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડના 640 મેગાવોટના 4 અને રતન ઈન્ડિયા પાવર લિમિટેડ (અમરાવતી)ના 810 મેગાવોટના 3 સેટ બંધ છે.
13.60 રૂપિયા પ્રતિ યુનિટના ભાવથી ખરીદી વીજળી
વર્તમાનમાં વીજળીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે 3330 મેગાવોટના અંતરને ભરવા માટે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદવામાં આવી રહી છે. દેશભરમાં વીજળીની માંગ વધવાને કારણે વીજળીનું ખરીદ મૂલ્ય પણ વધી ગયું છે. ખુલ્લા બજારમાંથી 13.60 રૂપિયા પ્રતિ યુનિટના દરથી 700 મેગાવોટ વીજળી ખરીદવામાં આવી રહી છે. રવિવારે સવારે રીયલ ટાઇમ ટ્રાન્જેક્શનથી 900 મેગાવોટ વીજળી 6.23 રૂપિયા પ્રતિ યુનિટના દરે ખરીદવામાં આવી છે. આ ઉપરાંત, કોયના ડેમ તેમજ અન્ય નાના હાઈડ્રો પાવર પ્લાન્ટ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજળી આપવામાં આવી રહી છે. રાજ્યમાં વધતા તાપમાનને કારણે વીજળીની માંગમાં પણ વધારો થયો છે, જ્યારે કોલસાની અછત વધુ ઘેરી બની રહી છે.
વીજ કટોકટીને લઈને રાજકીય સંઘર્ષ ફાટી નીકળ્યો
શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજધાનીમાં માત્ર એક દિવસનો વીજ પુરવઠો આપી શકાય છે, માત્ર એટલો જ કોલસો બાકી છે. જો કે, કેન્દ્રીય મંત્રી આર કે સિંહે રવિવારે કોલસા સંકટના આ અહેવાલોને એકદમ ફગાવી દીધા હતા. આ પછી, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેન્દ્રીય મંત્રી પર વળતો પ્રહાર કર્યો અને તેમના દાવાને ખોટો ગણાવ્યો. મનીષ સિસોદિયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ દેખાય છે કે કેન્દ્ર સરકાર હવે બહાના શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે