બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી

પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસા મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ઉછળી રહ્યો છે ત્યારે રાજ્યપાલની મુલાકાત બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં અચાનક ઉકળાટ વ્યાપી ગયો છે

બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજનીતિક હિંસા પર ચાલી રહેલ રાજકારણ મંગળવારે દિલ્હી સુધી પહોંચી ગયું છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ સોમવારે સવારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત યોજી હતી. ટીવી રિપોર્ટ અનુસાર ત્રિપાઠીએ મંગળવારે રાજ્યમાં રાજનીતિક હિંસા અને હાલની સ્થિતી પર 48 પેજ લાંબો અહેવાલ સોંપ્યો હતો. 

કઠુવા મુદ્દે ઓવૈસીનું ભાજપ પર નિશાન, તેના મંત્રી આરોપીઓનાં સમર્થનમાં કેમ ?
જો કે ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ ત્રિપાઠીએ તેને માત્ર ઔપચારિક મુલાકાત ગણાવી હતી. ગવર્નર ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે બસ રાજ્યની સ્થિતી અંગે વડાપ્રધાન અને ગૃહમંત્રીને અવગત કરાવ્યા છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર બંગાળમાં હિંસા ફેલાવવાનો અને તેમની સરકારને અસ્થિર કરવાાનું કાવત્રુ રચાઇ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, તેઓ કોઇને પણ પોતાની સરકાર તોડવા માટેની તક નહી આપે. 

હવે પાક. PM દેશવાસીઓને ધમકાવી પડાવશે પૈસા? સંપત્તી જાહેર કરવા ફરમાન
આ અગાઉ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતી મુદ્દે એડ્વાઇઝરી જાહેર કર્યાનાં એક દિવસ બાદ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે આંતરિક સુરક્ષા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં રાજનીતિક હિંસા અંગે ખાસ ચર્ચા થઇ. બેઠક ખતમ થયા બાદ પશ્ચિમ બંગાળના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત યોજી. 

ગવર્નરનો સર્વદળીય બેઠકનો પ્રસ્તા
બીજી તરફ એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીએ તે વાતની પૃષ્ટી કરી કે તેઓ રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક સર્વદળીય બેઠકનો પ્રસ્તાવ મુકવા જઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news