PM Modi on 6G: 5G બાદ હવે 6G ની તૈયારી, પીએમ મોદીએ જણાવ્યું- દેશમાં ક્યારે શરૂ થશે 6G સર્વિસ

PM Modi on 6G: દેશમાં ટૂંક સમયમાં 5જી સર્વિસ શરૂ થવાની છે. તો પ્રધાનમંત્રી મોદીએ 6જી સર્વિસને લઈને પણ ખુશખબર આપી દીધી છે. તેમણે જણાવ્યું કે દેશમાં ક્યારે 6જી સર્વિસ શરૂ થઈ શકે છે. 

PM Modi on 6G: 5G બાદ હવે 6G ની તૈયારી, પીએમ મોદીએ જણાવ્યું- દેશમાં ક્યારે શરૂ થશે 6G સર્વિસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, આ દાયકાના અંત સુધીમાં દેશમાં 6જી સર્વિસ સરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ માટે સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે. મહત્વનું છે કે દેશમાં વર્તમાનમાં 3જી અને 4જી સેવાઓ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં 5જી સેવાની શરૂઆત થવાની છે. ટ્રાઈના સિલ્વર જ્યુબેલી સમારોહમાં પીએમ મોદીએ કહ્યુ કે, આગામી દોઢ દાયકામાં 5જીથી દેશની અર્થવ્યવસ્થામાં 450 અબજ ડોલરનું યોગદાન થવાનું છે અને તેનાથી દેશની પ્રગતિ અને રોજગાર નિર્માણને ગતિ મળશે. સમારોહમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં સંપર્ક એટલે કે કનેક્ટિવિટી દેશના વિકાસની ગતિ નક્કી કરશે. 

21મી સદીમાં કનેક્ટિવિટી નક્કી કરશે વિકાસની ગતિ
પ્રધાનમંત્રીએ કહ્યું- 21મી સદીના ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નક્કી કરશે. તેથી આપણે દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે 5જી ટેક્નોલોજી દેશના શાસનમાં, જીવનની સુગમતામાં અને વ્યાપારની સુગમતામાં સકારાત્મક ફેરફાર લાવવાની છે. આ સાથે ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિને બળ મળશે. એક અનુમાનનો હવાલો આપતા પીએમ મોદીએ કહ્યું, આવનારા દોઢ દાયકામાં 5જીથી ભારતની અર્થવ્યવસ્થામાં 450 બિલિયન ડોલરનું યોગદાન આપવાનું છે. 

પીએમ મોદીએ કહ્યું કે જલદીથી જલદી 5જી બજારમાં આવે તે માટે સામૂહિક પ્રયાસની જરૂરીયાત છે. પીએમ મોદીએ કહ્યું કે આ દાયકાના અંત સુધી 6જી સેવા શરૂ થઈ જાય તે માટે એક ટાસ્ક ફોર્સે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. પીએમ મોદીએ 2જીને હતાશા અને નિરાશાનો પર્યાય ગણાવતા જૂની સરકારો પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, તે કાલખંડ ભ્રષ્ટાચાર માટે જાણીતો હતો. તેમણે કહ્યું કે, ત્યારબાદ 3જી, 4જી, 5જી અને 6જી તરફ ઝડપથી અમે આગળ વધ્યા છીએ. આ ફેરફાર સરળતાથી અને પારદર્શિતાથી થયા અને તેમાં ટ્રાઈએ મહત્વની ભૂમિકા ભજવી છે. 

પીએમ મોદીએ 5જી ટેસ્ટ બેન્ડ લોન્ચ કર્યો
પ્રધાનમંત્રી મોદીએ આ અવસર પર એક પોસ્ટ ટિકિટ પણ જારી કરી અને આઈઆઈટી મદ્રાસના નેતૃત્વમાં કુલ આઠ સંસ્થાઓ દ્વારા બહુ-સંસ્થાન સહયોગી  પરિયોજનાના રૂપમાં વિકસિત 5જી ટેસ્ટ બેન્ડની પણ શરૂઆત કરી છે. આ યોજના સાથે જોડાયેલા સંશોધકો અને સંસ્થાને શુભેચ્છા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું- મને દેશનો પોતાનો, ખુદથી નિર્મિત 5જી ટેસ્ટ બેન્ડ રાષ્ટ્રને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે. આ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં ક્રિટિકલ અને આધુનિક ટેક્નોલોજીની આત્મનિર્ભરતાની દેશામાં મહત્વનું પગલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news