ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અનેક નેતાઓ કસ્ટડીમાં લેવાયા

National Herald Case: રાહુલ ગાંધી ઈડી સામે હાજર થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટી હેડક્વાર્ટર પાસે પ્રદર્શન કર્યું. દિલ્હી પોલીસે અનેક લોકોની અટકાયત કરી. 

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અનેક નેતાઓ કસ્ટડીમાં લેવાયા

National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી.

બીજા રાઉન્ડની પૂછપરછ શરૂ
રાહુલ ગાંધી લંચ બાદ હવે ફરીથી ઈડીના સવાલોનો સામનો કરવા માટે ઈડી ઓફિસ પહોંચી ગયા છે. 

લંચ માટે ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી
આજે સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે. લંચ માટે ઈડી ઓફિસથી રાહુલ ગાંધી બહાર નીકળ્યા અને ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા. તેમને મળવા માટે તેમના બહેન અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ ત્યાં પહોંચ્યા. લંચ બાદ ફરીથી પૂછપરછ થશે. 

 આજે સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે. લંચ માટે ઈડી ઓફિસથી રાહુલ ગાંધી બહાર નીકળ્યા અને ત્યારબાદ ફરીથી તેમની પૂછપરછ શરૂ થશે. 

— ANI (@ANI) June 14, 2022

રણદીપ સૂરજેવાલા સહિત અનેકની અટકાયત
રાહુલ ગાંધીની ઈડી દ્વારા થઈ રહેલી પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સૂરજેવાલા સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી. આ ઉપરાંત કે સી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હૂડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી અને અન્ય નેતાઓને પણ કસ્ટડીમાં લેવાયા. તેમને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા. હાલ રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચી ગયા છે અને હવે તેમની પૂછપરછ શરૂ થઈ. 

— ANI (@ANI) June 14, 2022

બહેન પ્રિયંકા સાથે પાર્ટી ઓફિસ ગયા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તેમના ઘરેથી પાર્ટી હેડક્વાર્ટર ગયા અને ત્યાંથી ઈડી ઓફિસ માટે રવાના થયા. ઈડી ઓફિસમાં આજે પણ તેમની પૂછપરછ થવાની છે.  

नेशनल हेराल्ड मामले की जांच के लिए आज राहुल गांधी ED के सामने पेश होंगे। pic.twitter.com/CTJO1JmbcH

— ANI_HindiNews (@AHindinews) June 14, 2022

કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધી ઈડી સામે હાજર થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટી હેડક્વાર્ટર પાસે પ્રદર્શન કર્યું. દિલ્હી પોલીસે અનેક લોકોની અટકાયત કરી. 

— ANI_HindiNews (@AHindinews) June 14, 2022

પી.ચિદમ્બરમે સાધ્યું નિશાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે અમે કાયદાના ખોટા ઉપયોગનો વિરોધ કરી રહ્યા છીએ. જો ઈડી કાયદાનું પાલન કરે તો અમને કોઈ સમસ્યા નથી. પરંતુ ઈડી કાયદાનું પાલન કરતી નથી. અમે પૂછી રહ્યા છીએ કે નિર્ધારિત ગુનો શું છે? તેનો કોઈ જવાબ નથી. કઈ પોલીસ એજન્સીએ એફઆઈઆર નોંધી છે? કોઈ જવાબ નથી. એફઆઈઆરની કોપી નથી. 

— ANI_HindiNews (@AHindinews) June 14, 2022

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આ બાબતે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડી તપાસ એ તેમનો અવાજ દબાવવાની કોશિશ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ચીન દ્વારા આપણા વિસ્તારમાં કબજો જમાવવો, મોંઘવારી, ઈંધણની કિંમતોમાં વધારો, બેરોજગારી, ધાર્મિક પ્રતિશોધ જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે. આવામાં તેમના પર સતત હુમલા થઈ રહ્યા છે. 

— ANI (@ANI) June 14, 2022

તેમણે કહ્યું કે અમે ગાંધીના વારસ છીએ. અમે એકવાર ફરીથી ચાલીશું, અમારો સત્યાગ્રહ અટકશે નહીં. 900 ઉંદર ખાઈની બિલાડી હજ કરવા નીકળી. આપણે 50 વર્ષમાં સૌથી ખરાબ રોજગારી (દર)નો અનુભવ કરી રહ્યા છીએ. રૂપિયાનું મૂલ્ય વર્ષમાં સૌથી ઓછું છે. પીએમ ક્યાં સુધી ટ્વિટર- ટ્વિટર રમીને અમારું ધ્યાન  ભટકાવતા રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news