દૂધસાગર ડેરીની વાર્ષિક સભા પૂર્વે વિપુલ ચૌધરીના સમર્થકો પર હુમલો, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ

સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ કરેલા હુમલામાં ઘાટલ થનાર લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળનારી છે.

 દૂધસાગર ડેરીની વાર્ષિક સભા પૂર્વે વિપુલ ચૌધરીના સમર્થકો પર હુમલો, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ

તેજસ મોદી/મહેસાણા: મંગળવારે દૂધસાગર ડેરી ખાતે યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા મળનારી છે. ત્યારે સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી રહી છે. આ હુમલામાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી છે. તેના સિવાય મોંઘજીભાઈ, તેમના પુત્ર અને ભાણા પર હુમલો કરાયો છે. બીજી બાજુ ટોળાને વિખેરવા મોંઘજીભાઈના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું છે.

સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ કરેલા હુમલામાં ઘાટલ થનાર લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળનારી છે, ત્યારે ભ્રષ્ટાચાર બહાર લાવવા મામલે હુમલો કરાયો હોવાનું મોંઘજીભાઈ જણાવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2022

દૂધસાગર ડેરીના પૂર્વ ઉપપ્રમુખ મોંઘજી દેસાઈએ જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 50 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પાવડર પ્લાન્ટના નિર્માણ અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે શંકા વ્યક્ત કરી કે ડેરીમાં 150 મેટ્રિક ટનની ક્ષમતાવાળા છ પાઉડર પ્લાન્ટ હોવા છતાં નવો પ્લાન્ટ કેમ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમણે દૂધ ઉત્પાદકો પર આરોપ લગાવ્યો કે જો પાઉડર પ્લાન્ટ તેની ઉત્પાદન ક્ષમતાના 40 ટકા વેચાણ કરે તો તેમની મહેનતના પૈસા વેડફાય છે. 

નોંધનીય છે કે, મંગળવારે એટલે કે આજે મળનારી ડેરીની સાધારણ સભામાં અનેક મુદ્દે ગરમાવાના સંકેતો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news