Navratri 2022: શું તમે નવરાત્રિમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવો છો? તો પહેલાં જાણી લો નિયમો

નવરાત્રિ આવી રહી છે. આ નવ દિવસ દરમિયાન માતાજી સામે અખંડ જ્યોત રાખવાનો ખાસ મહિમાં હોય છે. નવરાત્રિમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે.

Navratri 2022: શું તમે નવરાત્રિમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવો છો? તો પહેલાં જાણી લો નિયમો

નવી દિલ્હીઃ નવરાત્રિ આવી રહી છે. આ નવ દિવસ દરમિયાન માતાજી સામે અખંડ જ્યોત રાખવાનો ખાસ મહિમાં હોય છે. નવરાત્રિમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. માતાજીની આરાધના કરવાનો અવસર નજીક આવી રહ્યા છે. નવરાત્રિના નવ દિવસ માતાજીનો ગરબો પધરાવી તેમની આરાધના કરવામાં આવે છે. ગરબાનું સ્થાપન કરવાની સાથે નવ દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવવાનું પણ અનેરું મહાત્મ્ય છે. જો કે, આ અખંડ જ્યોત પ્રગટાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ આ નિયમો વિશે.

1. નવરાત્રિમાં નવ દિવસ માતાની સામે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ જ્યોતિ માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકોએ આ જ્યોતને ઘરમાં સ્થાપિત કરે છે તેમણે પવિત્રતાનું પાલન કરવું જોઈએ અને એવું કાંઈ ન કરવું જોઈએ જેથી આ પવિત્રતાનો ભંગ થાય.

2. અખંડ જ્યોતિને એવા સ્થાન પર સ્થાપિત કરો જ્યાં બહુ હવા ન આવે. એવું હોય તો તેના પર કાચનું કવર લગાવી શકાય છે. જેથી દીવો બુઝાવાનો ભય ન રહે.

3. જ્યા સુધી ઘરમાં દેવાના નામની અખંડ જ્યોત છે ત્યાં સુધી ઘરના તમામ લોકોએ પૂર્ણ રૂપથી સાત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. એટલે કે માંસાહાર કે શરાબથી દૂર રહેવું જોઈએ.

4. આ અખંજ જ્યોત માતાના પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતિક છે. માતાની સામે એક નાનો અને એક મોટો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો ઘી નાખતા સમયે કે અન્ય કોઈ કારણથી દીવો બુઝાઈ જાય તો નાના દીપકથી અખંડ જ્યોત ફરીથી પ્રગટાવી શકાય છે.

5. માન્યતાને અનુસાર દીપક કે અગ્નિ સામે કરવામાં આવેલો જાપ સાધકને હાજર ગણુ ફળ આવે છે. કહેવામાં આવે છે કે, ઘી વાળો દીપક દેવીની જમણી બાજુ અને તેલ વાળો દીપક દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ. 

6. અખંડ જ્યોતિ ઘરમાં એવા સ્થળ પર પ્રગટાવો જ્યા આસપાસ શૌચાલય કે બાથરૂમ ન હોય. આ વાતનું પણ ધ્યાન રાખો કે અખંડ જ્યોતિ જ્યાં સુધી ઘરમાં પ્રગટેલી છે ત્યાં સુધી ઘર પર તાળું ન લગાવો. એટલે કે કોઈને કોઈ સભ્ય ઘરમાં જરૂર રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news