Covid-19: કોરોનાકાળમાં કાર ચલાવનારા લોકો માટે કોર્ટનો મહત્વનો ચુકાદો, નહીં જાણો તો પસ્તાશો

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

Covid-19: કોરોનાકાળમાં કાર ચલાવનારા લોકો માટે કોર્ટનો મહત્વનો ચુકાદો, નહીં જાણો તો પસ્તાશો

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે કારમાં એકલા મુસાફરી કરવા દરમિયાન પણ માસ્ક લગાવવું જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટે કારને પબ્લિક પ્લેસ ગણાવી છે અને કહ્યું કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. 

દિલ્હીમાં કોરોનાના 17332 એક્ટિવ કેસ
દેશની રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે નવા 5100 કેસ સામે આવ્યા. જ્યારે 17 લોકોના મોત થયા. આ નવેમ્બર 2020 બાદ દિલ્હીમાં સૌથી મોટો આંકડો છે. આ અગાઉ 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં 5482 કેસ આવ્યા હતા. દિલ્હીમાં કોવિડ 19 સંક્રમિતોની કુલ સંખ્યા 6 લાખ 85 હજાર 62 થઈ ગઈ છે. હવે દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17332 થઈ ગઈ છે. 

દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ
કોરોના વાયરસના સતત વધતા કેસને જોતા દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ લગાવ્યો છે. જે હેઠળ રાતે 10 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી ફક્ત ઈમરજન્સી સેવા આપનારા કે રસી લેવા જઈ રહેલા લોકોને જ ઘરની બહાર નીકળવાની મંજૂરી રહેશે. પરંતુ આ માટે પણ ઈ પાસ લેવો જરૂરી રહેશે. 

છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ
આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. જેમાંથી 1,17,92,135 લોકો રિકવર થયા છે. જ્યારે  8,43,473 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-19ની બીજી લહેર  પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં 630 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,66,177 પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 8,70,77,474 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news