Maharashtra સરકારના મંત્રીએ કહ્યું- મારા જમાઈને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો

નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી પર આકરા પ્રહાર કર્યા.

Maharashtra સરકારના મંત્રીએ કહ્યું- મારા જમાઈને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP પ્રવક્તા નવાબ મલિકની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની સુરક્ષા Y શ્રેણીથી વધારીને Y પ્લસ કરવામાં આવી છે. હવે તેમની સુરક્ષામાં 4 સિપાઈ રહેશે. આ અગાઉ તેમની સાથે એક બોડી ગાર્ડ રહેતો હતો. અત્રે જણાવવાનું કે નવાબ મલિકે NCB ની ડ્રગ્સ પાર્ટીની તપાસમાં અનિયમિતતાને લઈને અનેક નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ તેમને ફોન પર ધમકીઓ મળી રહી છે. 

BJP-NCB પર પ્રહાર
નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મે છેલ્લા કેટલાક સમયમાં NCB ની અનેક વાતો ઉજાગર કરી છે. મારી સાથે તે વાતનો બદલો લેવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો કહી રહ્યા છે કે નવા મલિકનો જમાઈ (સમીર ખાન) ડ્રગ ડીલર છે. મારા પર અનેક પ્રકારના રાજનીતિક હુમલા થઈ રહ્યા છે. મારા જમાઈને NCB એ ફસાવ્યો છે. મારા જમાઈનું નામ ડ્રગ મામલે આવ્યા બાદ મારા પર ભાત ભાતની કમેન્ટ થઈ રહી છે. મારી દીકરી ટ્રોમામાં હતી, તેના નાના નાના દીકરાઓના દિમાગ પર તેની ખરાબ અસર થઈ. 

NCP નેતાએ  કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ)એ મારા પર હુમલો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી મે મનીષ ભાનુશાળી અને ભાજપ સાથે તેમના સંબંધનો મામલો ઉઠાવ્યો ત્યારબાદ ભાજપ મારા પર પ્રહાર કરી રહ્યો છે. 

— Zee News (@ZeeNews) October 14, 2021

ડ્રગ્સ મામલે 8 મહિના જેલમાં બંધ હતો જમાઈ
અત્રે જણાવવાનું કે ગત વર્ષ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડમાં શરૂ થયેલા ડ્રગ્સની તપાસ દરમિયાન એનસીબીએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ધરપકડ કરી હતી. આઠ મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા બાદ થોડા દિવસ પહેલા જ તેને જામીન મળ્યા હતા. એનસીપી નેતાએ કહ્યું કે જાન્યુઆીરમાં શાહિસ્તા ફર્નીચરવાલાની ધરપકડ બાદ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, બેંગ્લુરુ, મુચ્છડપાનવાળાના ત્યાં રેડ પડી હતી. રામપુરમાં પણ દરોડો પડ્યો. જેનો સંબંધ મારા જમાઈ સાથે હોવાનું કહેવાયું. 

મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું- મારા જમાઈને ફસાવ્યો
મારા જમાઈને ફસાવવામાં આવ્યો છે. NCB એ જે 200 કિલો ગાંજો જણાવ્યો હતો તે હકીકતમાં થોડો મારિજુઆના (સાડા સાત ગ્રામ) હતો જે શાઈસ્તા ફર્નીચરવાલા પાસેથી મળ્યો હતો. જે પકડાયું તે  હર્બલ તમાકુ હતું. સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી એજન્સી NCB તમાકુ અને ગાંજામાં ફરક નથી કરી શકતી.'

આ બાજુ એવી પણ માહિતી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ નવાબ મલિકના જમાઈના જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા સમીર ખાનને તાજેતરમાં જ જામીન મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news