હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી ન તો ન્હાવા ન તો પીવા લાયક: NGT

એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના 100 કિલોમીટરના અંતર પર ડિસપ્લે બોર્ડ લગાવવાનાં નિર્દેશ આપ્યા જેથી આ માહિતી આપવામાં આવે કે જળ પીવા કે ન્હાવા લાયક નથી

હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી ન તો ન્હાવા ન તો પીવા લાયક: NGT

નવી દિલ્હી : રાષ્ટ્રીય હરિત અધિકરણ (NGT)એ શુક્રવારે ગંગા નદીની સ્થિતી અંગે  નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હરિદ્વારથી ઉત્તરપ્રદેશના ઉન્નાવ શહેરની વચ્ચે ગંગાનું પાણી પીવા અને નહાવા યોગ્ય નથી.  એનજીટીએ કહ્યું કે, માસુમ લોકો શ્રદ્ધાપુર્વક નદીનું જળ પીવે છે અને તેમાં નહાય છે તેમને નથી ખબર કે આની તેમના સ્વાસ્થય પર વિપરિત અસર પડી શકે છે. જેના કારણે તેમને જાતભાતના નુકસાન થઇ શકે છે. 

એનજીટીએ કહ્યું કે, સામાન્ય લોકો શ્રદ્ધા અને સન્માનથી ગંગાનું જળ પીવે છે અને તેમાં ન્હાય છે. તેમને નથી ખબર કે આ તેમના સ્વાસ્થય માટે ખતરનાક બની શકે છે, જો સિગરેટના પેકેટો પર આ ચેતવણી લખેલી હોઇ શકે છે તો આ સ્વાસ્થય માટે ઘાતક છે, તો લોકોને (નદીના જળના) પ્રતિકુળ પ્રભાવ અંગે માહિતી શા માટે ન આપવામાં આવવી જોઇએ? 

લોકોને પાણી અંગે માહિતી આપવામાં આવવી જોઇએ
એનજીટી પ્રમુખ એ.કે ગોયલની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, અમારૂ વલણ છે કે મહાન ગંગા પ્રત્યે અપાર શ્રદ્ધાને જોતા માસૂમ લોકો તે જાણ્યા વગર તેનું જળ પીવે છે અને તેમાં નહાય છે કે જળનો ઉપયોગ નથી. ગંગાજળનો ઉપયોગ કરનારા લોકો જીવનના અધિકારનો સ્વિકાર કરવો ખુબ જ જરૂર છે અને તેને જળ અંગે માહિતી આપવામાં આવવી જોઇએ. 

એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને સૌ કિલોમીટરના અંતર પર ડિસપ્લે બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો જેથી આ માહિતી આપવામાં આવે કે જળ પીધા અથવા નહાવા માટે લાયક છે કે નહી. એનજીટીએ ગંગા મિશન અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બે અઠવાડીયાની અંદર પોતાની વેબસાઇટ પર એક ચેતવણી રૂપ સંદેશ લગાવવા માટે જણાવાયું. જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે ગંગા જળ નહાવા કે પીવા લાયક નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news