નીતીશ અને સુશીલ કુમારે મોકલ્યું ભુત લાલુ પુત્ર તેજ પ્રતાપે ઘર છોડીને ભાગવું પડ્યું

મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમને ભગાડવા માટે ત્યાં ભુત છોડ્યું જેનાં કારણે અધિકારીક આવાસ ખાલી કર્યું

નીતીશ અને સુશીલ કુમારે મોકલ્યું ભુત લાલુ પુત્ર તેજ પ્રતાપે ઘર છોડીને ભાગવું પડ્યું

પટના : રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર અને પુર્વ સ્વાસ્થય મંત્રી તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, તેમણે ગત્ત અઠવાડીયે પોતાનું અધિકારીક આવાસ છોડી દીધું છે કારણ કે, મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમને ભગાડવા માટે ત્યાં ભુત છોડ્યું હતું. તેજ પ્રતાપે પત્રકારોને કહ્યું કે, મે તે કોઠી(બંગ્લો) છોડવાનો નિર્ણય લીધો હતો. કારણ કે, નીતીશ અને સુશીલ કુમાર મોદીએ તેમાં ભૂત છોડી દીધું હતું. તે ભુત મને પરેશાન કરી રહ્યા હતા.

તેજ પ્રતાવ ખુબ જ ધાર્મિક અને અંધવિશ્વાસી હોવાનું માનવામાં આવે છે. તેનાં નજીકનાં લોકોએ કહ્યું કે, તેજ પ્રતાપે ગત્ત વર્ષે જૂન મહિનામાં પોતાનાં આવાસ પર દુશ્મન મારણ જાપ પણ કરાવ્યું હતું જ્યારે કેન્દ્રીય તપાસ એઝન્સી તેમનાં પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસ કરી રહી હતી. તેજ પ્રતાપે પંડિતોની સલાહ બાહ આ અધિકારીક આવાસનો દક્ષિણ દિશામાં ખુલનારો દરવાજો પણ બંધ કરાવી દીધો હતો.

આરજેડી પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું કે, તેજ પ્રતાપે બીજી નોટિસ મળ્યા બાદ બંગ્લો ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીનાં એક સુત્રએ જણાવ્યું કે, ગત્ત વર્ષે ઓક્ટોબરમાં આવેલી નોટિસમાં 15 ગણું વધારે ભાડું ચુકવવામાં આવ્યું હોવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કે ભવન નિર્માણ મંત્રી રામેશ્વર હજારીએ કહ્યું કે, તેજ પ્રતાપ તેનાં વિભાગને આવાસ ખાલી કરાવવા અંગેની માહિતી નથી આપી.

3 દેશરત્ન માર્ગ પર આવેલ આ સરકારી આવાસ તેજ પ્રતાપને ત્યારે ફાળવવામાં આવ્યું હતું જ્યારે તે મહાગઠબંધનની સરકારમાં સ્વાસ્થય મંત્રી બન્યો હતો. 243 સીટો વાળી બિહાર વિધાનસભા માટે ઓક્ટોબર - નવેમ્બર 2015 દરમિયાન યોજાયેલ ચૂંટણી બાદ રાજદ-જેડી(યું) અને કોંગ્રેસ મહાગઠબંધનને કુલ 178 સીટો મળી હતી. જ્યારે ભાજપને 53 સીટો મળી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news