Odisha Train Accident: 288 લોકોના મોતનું જવાબદાર કોણ? ક્યારે રેલમંત્રી આપશે રાજીનામુ? વિપક્ષે કરી માંગ

Odisha Train Accident: ઓડિશામાં થયેલા ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 288 જેટલા લોકોના મોત થયા છે. તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ વચ્ચે વિવિધ વિપક્ષ દ્વારા રેલ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. 

  Odisha Train Accident: 288 લોકોના મોતનું જવાબદાર કોણ? ક્યારે રેલમંત્રી આપશે રાજીનામુ? વિપક્ષે કરી માંગ

નવી દિલ્હીઃ Odisha Train Accident: ઓડિશામાં થયેલી ભીષણ રેલ દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 288 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દુર્ઘટનાને લઈને વિપક્ષ કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. 

પત્રકાર પરિષદમાં બાલાસાહેબ થોરાટે કહ્યુ કે કેન્દ્ર સરકાર સંવેદનશીલ નહોતી અને તે જાણવાની માંગ કરી કે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કવચ ટક્કર વિરોધી યંત્રનું શું થયું. થોરાટે માંગ કરી- પ્રધાનમંત્રી દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન સમયે પણ રેલ મંત્રી જોવા મળ્યા નહીં. તેમણે આ દુર્ઘટના બાદ રાજીનામું આપવું જોઈએ. 

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનની ભયાનક ટક્કરમાં મૃત્યુ પામનારની સંખ્યા 288 થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 900 જેટલા લોકોને ઈજા થઈ છે. 20 વર્ષમાં આ દેશમાં સૌથી ઘાતક રેલ દુર્ઘટના છે. પ્રધાનમંત્રી મોદી દુર્ઘટનાસ્થળ બાલાસોર પહોંચ્યા હતા અને તેમણે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તો સાથે મુલાકાક કરી હતી. 

આ અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કોચ હવામાં ઉંચા થઈ ગયા, વળી ગયા અને પછી પાટા પરથી ઉતરી ગયા.

રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, "બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે પુનઃસ્થાપન કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે." રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટ્રેન દુર્ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. મુખ્યપ્રધાન નવીન પટનાયકે ભીષણ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

કેન્દ્રીય રેલ મંત્રીએ મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયા, ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત લોકો માટે 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્ત લોકો માટે 50000 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તો પીએમ મોદીએ રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવાર  માટે 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50,000 સહાયની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news