MP News: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધી ત્રણ ચિત્તાએ ગુમાવ્યા જીવ

Kuno National Park: કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી કુલ ત્રણ ચિત્તાના મોત થયા છે. તેમાંથી બે ચિત્તા સાઉથ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવ્યા હતા. 

MP News: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધી ત્રણ ચિત્તાએ ગુમાવ્યા જીવ

ગ્વાલિયરઃ Kuno National Park Madhya Pradesh: મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. આપસી લડાઈમાં ચિત્તાનું મોત થયું છે. દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલા બે ચિત્તાના મોત અત્યાર સુધી થઈ ચુક્યા છે. આ સિવાય છ વર્ષના ઉદયે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અત્યાર સુધી ત્રણ ચિત્તાના મોત
આ પહેલાં કુનો નેશનલ પાર્કમાં બે ચિત્તાના મોત થયા હતા. તેમાંથી છ વર્ષના ઉદય ચિત્તાએ પાછલા મહિને અંતિમ શ્વાસ લીધા હતા. તો એક સાઉથ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલ માદા ચિત્તા સાશાનું પણ મોત થઈ ગયું છે. કુલ મળીને અત્યાર સુધી કુનો નેશનલ પાર્કમાં કુલ ત્રણ ચિત્તાના મોત થયા છે. 

ચોમાસા પહેલાં જંગલમાં છોડવામાં આવશે ચિત્તા
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને બાડાથી બહાર ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારી છે. જૂનમાં ચોમાસાના વરસાદ પહેલાં તેને છોડી દેવામાં આવશે. નોંધનીય છે કે નામીબિયાથી ભારતમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે.

કુનો નેશનલ પાર્કના સૂત્રોએ જણાવ્યું હતું કે જૂનના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને સુરક્ષિત ઘેરામાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ વાઇલ્ડલાઇફ ઓથોરિટી ભારતમાં 70 વર્ષ પહેલા લુપ્ત થઇ ગયેલી ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસોના ભાગરૂપે મધ્યપ્રદેશ કુનો નેશનલ પાર્કના ફ્રી-રોમિંગ વિસ્તારોમાં સુરક્ષિત ઘેરીમાંથી વધુ પાંચ ચિત્તાઓને મુક્ત કરવા માટે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news